ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા સ્થિત શ્રી જલારામ મંદિરથી ભગવાન શ્રી જગન્નાથજી ને બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્ર સાથે શુસોભીત કરાયેલા નયનરમ્ય રથમાં બિરાજમાન કરી બેન્ડવાજા સાથે બ્રહ્માકુમારીઝ , સ્વામિનારાયણ સંપ્રદાય, આશારામ આશ્રમના અનુયાયીઓ સહિત વિવિધ સંપ્રદાયોની ધાર્મિક ઝાંખીઓ તેમજ વિસ્તારનું પરંપરાગત આદિવાસી લોક નૃત્ય તેમજ ઢોલ નગારા ત્રાસા સાથે નગરના આગેવાનો જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. અને રથયાત્રા અલીપુરા તરફ આગળ વધી હતી. જેમાં ઠેર ઠેર હિન્દુ – મુસ્લિમ બંને સમાજના યુવાનો દ્વારા ફુલહારથી ભગવાન શ્રી જગન્નાથજી નું ભવ્ય સ્વાગત કરી હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયા હતા. ત્યારે સંખેડાના 108 કહેવાતા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી તેમજ જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા. સંપૂર્ણ રથયાત્રાશાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા એક ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ સહિત પુરતા પ્રમાણમાં પોલીસ જવાનો, હોમગાર્ડ, જીઆરડી સહિત જવનોનો ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બોડેલી નગરનાં આંગણે ત્રીજી વખત ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો ઉત્સવ ઉજવાય રહ્યો હોય બોડેલી, અલીપુરા અને ઢોકલીયાનાં નાના મોટા તમામ વેપારી ભાઈઓએ પણ દુકાનો બંધ રાખી રથયાત્રામાં જોડાઇ જતા માર્ગો પર જાણે માનવ મહેરામણનું કીડિયારું ઉભરાયુ હોય તેમ જણાતું હતું.ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા અલીપુરા ચાર રસ્તાથી છોટાઉદેપુર રોડ થઈ ઢોકલીયા થઈ બોડેલી નગર ના શ્રી રામજી મંદિર પહોંચી આગળ વધી રેલ્વે ગરનાળાથી નગરનાં માગોૅ પર ફરી જય રણછોડ.. માખણ ચોરના ગગનભેદી જયઘોષ સાથે ભારે આકર્ષણ જમાવ્યું હતું.
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

