43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં મહિલા પોલીસ કર્મચારીઓના સાહસ અને સમર્પણને બિરદાવતો ભવ્ય ‘શક્તિ ઇન ખાખી’ કાર્યક્રમ યોજાયો

વડોદરા શહેરમાં મહિલા પોલીસ કર્મચારીઓના સાહસ અને સમર્પણને બિરદાવતો ભવ્ય કાર્યક્રમ ‘શક્તિ ઇન ખાખી: ઓનરિંગ ધ કરેજ’ Hyatt Place ખાતે ઉત્સાહભેર યોજાયો હતો.

આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

શ્રી સિદ્ધિ સાર્વજનિક ટ્રસ્ટ અને Wings to Fly Foundation ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં મહિલા પોલીસ કર્મચારીઓના જુસ્સા, બહાદુરી અને ફરજ પ્રત્યેની નિષ્ઠાને જાહેરમાં બિરદાવવામાં આવી હતી.

કાર્યક્રમમાં પોલીસ કમિશનર સાથે જોઈન્ટ પોલીસ કમિશનર, DCP, ACP તેમજ વિવિધ પોલીસ સ્ટેશનના PI સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત SHE Team ના સભ્યોની વિશેષ હાજરીએ કાર્યક્રમને વધુ પ્રેરણાદાયક બનાવ્યો હતો.

આ પ્રસંગે મહિલા પોલીસ કર્મચારીઓના યોગદાનને સરાહતા તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને સમાજમાં સુરક્ષા પ્રત્યે વિશ્વાસ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Related posts

વડોદરાના ફતેગંજ બ્રિજ પર મોપેડ ચાલક સ્લીપ થતાં અકસ્માતની વણઝાર સર્જાઇ

admin

વડોદરા રેલવે સ્ટેશન ખાતે વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશી દ્રારા નવીન એક્સીલેટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

admin

વડોદરા શહેરના નંદેસરી પોલીસે વિદેશી શરાબની હેરાફેરી કરતી કારને ઝડપી પાડી

admin

Leave a Comment