30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
Uncategorized

ડભોઇ સેવાસદન અને મામલતદારના બંગલા પાસે ગંદકીનું સામ્રાજ્ય ‘સ્વચ્છતા’ માત્ર જાહેરાતોમાં

ડભોઇ નગરપાલિકા દ્વારા ભલે ‘સ્વચ્છતા પખવાડિયા’ની ઉજવણી કરવામાં આવી હોય, પરંતુ શહેરના સૌથી સંવેદનશીલ ગણાતા એવા સેવાસદન નજીક અને મામલતદારના બંગલાની બિલકુલ પાસે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સરકારી અધિકારીઓના નિવાસસ્થાન અને વહીવટી કેન્દ્રની નજીક જ આ પ્રકારની દયનીય સ્થિતિ સમગ્ર નગરપાલિકાના તંત્રની કામગીરી પર સવાલ ઊભા કરે છે.
​મુખ્ય સમસ્યાઓ વરસાદી કાંસમાં ગંદુ પાણી અને કચરો: સેવાસદન નજીક આવેલી નગરપાલિકાની વરસાદી કાંસમાં ગંદુ પાણી જમા થયેલું છે, જેમાં ધંધો (ભેગો) થયેલો કચરો પણ ભરેલો છે.દુર્ગંધનું સામ્રાજ્ય: કાંસમાં જમા થયેલા આ ગંદા પાણી અને કચરાને કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી આસપાસના રહેવાસીઓ અને સરકારી કામકાજ માટે આવતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

​અધિકારીઓના રહેઠાણની નજીક અવગણના: જ્યાંથી શહેરના તમામ અગત્યના કામકાજ થાય છે તેવા સેવાસદનની નજીક અને મામલતદારના બંગલા પાસે જ આટલી ગંદકી હોય, તો આમ જનતાની સમસ્યાઓ પ્રત્યે નગરપાલિકા કેટલી ગંભીર હશે તે પ્રશ્ન ઊભો થાય છે ​સ્થાનિકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે, નગરપાલિકા માત્ર જાહેરાતોમાં જ ‘આપણું ચોખ્ખું ગુજરાત’ના સૂત્રોચ્ચાર કરે છે, પરંતુ હકીકતમાં પોતાના ઘર આંગણે જ કચરાના ઢગલા અને દુર્ગંધ મારતું ગંદુ પાણી જોવા મળી રહ્યું છે.નગરપાલિકાના સત્તાધીશો આટલી મોટી ગંદકી, ગંદા પાણી અને દુર્ગંધની સમસ્યામાંથી ડભોઇ નગરજનોને ક્યારે છુટકારો અપાવશે? શું સત્તાધીશો આ વિસ્તારમાં રૂબરૂ મુલાકાત લઈ તાત્કાલિક સ્વચ્છતા અભિયાન હાથ ધરીને પ્રજાને રોગચાળાના ખતરામાંથી મુક્ત કરશે

Related posts

દસ દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

admin

Tactiques Précises pour Regent Play Casino

admin

વડોદરામાં હજારો શ્રદ્ધાળુઓ મૂર્તિ વિસર્જન અર્થ પહોંચ્યા, ક્ષમતા કરતાં વધુ મૂર્તિઓ આવતા પાણી ઉપર મૂર્તિઓના થપ્પા લાગ્યા, અવ્યવસ્થા અભાવે શ્રદ્ધાળુઓને હાલાકી

admin

Leave a Comment