Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

બોડેલીના સીમલઘોડા પાસે નર્મદા નહેરના મુખ્ય ગેટ પાસે મોટું ગાબડું, ખેડૂતોમાં ચિંતા

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સીમલઘોડા ગામ પાસે પસાર થતી નર્મદાની મુખ્ય નહેરના ગેટ નજીક મોટું ગાબડું પડતાં આસપાસના ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. માહિતી અનુસાર, લગભગ એક મહિના પહેલા અહીં નાનું ગાબડું પડ્યું હતું, પરંતુ સમયસર સમારકામ ન થતાં હાલ તે વધુ વિકરાળ બન્યું છે.

હાલ મુખ્ય નર્મદા કેનાલમાં મોટા પ્રમાણમાં પાણી વહેતા હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ગાબડું વધતા આજુબાજુના ખેતી વિસ્તારમાં પાણી ઘૂસવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ, જો તાત્કાલિક સમારકામ નહીં કરવામાં આવે તો કેનાલનું પાણી રાજબોડેલી, સીમલઘોડા અને મોટી ઊન વિસ્તારના ખેતરોમાં પ્રવેશી શકે છે, જેના કારણે મકાઈ, તુવેર અને કપાસ જેવા પાકને ભારે નુકસાન પહોંચાડવાનો ખતરો છે.

સ્થાનિક ખેડૂતોમાં નર્મદા વિભાગ સામે રોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે પ્રાથમિક ગાબડું પડ્યા બાદ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી.

ખેડૂતોએ માંગ કરી છે કે સીમલઘોડા ગામ પાસે નર્મદા મુખ્ય નહેરના ગેટ પાસે પડેલા આ ગાબડાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે, જેથી સંભવિત નુકસાન અને મોટી દુર્ઘટના ટાળી શકાય.

Related posts

આંબાખુંટ ગામે આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો રંગે ચંગે પ્રારંભ

admin

છોટાઉદેપુર તાલુકાના નાલેજ ઓલીઆંબા અને મોટી અમરોલ ગામ પાસે બ્રિજની કામગીરીનું ખાતમુહૂર્ત લોકસભાના સાંસદ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

admin

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રૂનવાડ ગામે રેલ્વે બ્રિજ પાસેથી વેગેનર ગાડીમાંથી કિં.રૂ.૨,૫૫,૭૫૦ /- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ….

admin

Leave a Comment