40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્રારા આયોજિત મહારકતદાન કેમ્પ ખોડીયાર નગર વિશ્વકર્મા મંદિર ખાતે યોજવામાં આવ્યો

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત “મહારકતદાન કેમ્પ’ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના, શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ૫. પૂ. ધુ. ધુ. શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી ખોડીયાર નગર વિશ્વકર્મા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું, એકજ તારીખે, ગુજરાત-મહારાષ્ટ્રમાં એકજ સાથે ૫૫ ઉપરાંત સ્થળોએ ‘મહારક્તદાન કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણે ‘શિક્ષાપત્રી’માં કરેલી આજ્ઞા અનુસાર, વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ૫. પૂ. ધુ. ધુ. શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણા અને આજ્ઞાથી, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય, માનવ સેવા અને સમાજ સેવાના કર્યોમાં હમેશા કાર્યરત રહે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના વરદહસ્થે, ધોલેરાધામ’માં શ્રી મદનમોહનજી મહારાજની સ્થાપના હતી. તેમજ સ્વહસ્તે શિક્ષાપત્રી લખી હતી અને આચાર્ય સ્થાપના કરી હતી જેના, ૨૦૦ વર્ષ થાય છે. જેના ઉપલક્ષ્યમાં સંપ્રદાયના દેશ – વિદેશમાં વસતા શ્રી ધર્મકુળ આશ્રિત ભક્તો દ્વારા આ મહોત્સવ અંતર્ગત, અનેક ગામો- શહેરોમાં ભાવિક ભક્તો દ્વારા વિવિદ્ધ ધાર્મિક, ઉત્સવો અને અનુષ્ઠાનના આયોજન કરી, શ્રદ્ધા પૂર્વક ‘શ્રી ભક્તિ પર્વ’ ઉજ્જવામાં આવી રહ્યો છે.

ધાર્મિક ઉત્સવોની સાથે સાથે, પ. પૂ. ધુ. ધુ. આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી, માનવ અને સમાજ સેવાલક્ષી કાર્યના ભાગ રૂપે આજરોજ , એકજ તારીખે, ગુજરાત-મહારાષ્ટ્રમાં એકજ સાથે ૫૫ ઉપરાંત સ્થળોએ ‘મહારક્તદાન કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત વડોદરા વડોદરા માં શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ (LNDYM)ના યુવાનો તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ (LNDMM)ના બહેનો દ્વારા ‘મહારક્તદાન કેમ્પ’નું આયોજન વિશ્વકર્મા મંદિર – ખોડીયાર નગર વડોબોર્ડે કરવામાં આવેલ હતું જેમાં મેડિકલ સ્ટાફ, અને રક્ત દાતાઓ માટેની તમામ વ્યવસ્થા, કરવામાં આવી છે. હાલના તબક્કે રક્તદાનની જરૂરીયાત વધારે રહેતી હોવાથી જાહેર જનતાને આ રક્તદાન કરી સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પુરુપાડવા નમ્ર અનુરોધ છે.

Related posts

વડોદરાના શહેરના સુપ્રસિદ્ધ પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા

admin

સાવલી–પોઈચા મહીસાગર નદીના બ્રિજ પરથી યુવક નદીમાં પડતા વિસ્તારમાં ચકચાર

admin

નસવાડી તાલુકાના ખેડૂતો માટે ખુશખબર : રેવા જિનિંગ ખાતે CCI દ્વારા કપાસની ખરીદી શરૂઆત

admin

Leave a Comment