કવાંટ તાલુકાના પાનવડ ગામ પાસે આવેલો વર્ષો જૂનો નાનો પુલ આજે અચાનક તૂટી પડ્યો હતો. પુલની એક સાઇડનો મોટો ભાગ ધરાશાયી થવાથી ગ્રામજનો અને વાહનચાલકોમાં હડકંપ મચી ગયો હતો.
સદભાગ્યે પુલ ધરાશાયી થતી વખતે કોઈ જાનહાનિ થઈ નથી.
વાહન વ્યવહાર હાલ માટે બંધ કરી દેવાયો છે.
ગ્રામજનોએ વર્ષો જૂના પુલના મરામત અંગે અનેકવાર રજૂઆતો કરી હતી, છતાં કામ ન થતા આજે આ સ્થિતિ સર્જાઈ છે.
તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરાઈ છે.
લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જર્જરિત પુલોની સમયસર મરામત ન થતા કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદારી કોણ લેત?

