વડોદરાના તરસાલી ચોકડીથી કપુરાઈ ચોકડી જતા હાઇવે ઉપર શંકાસ્પદ બોલેરો ગાડીના ચાલકની ક્રાઈમ બ્રાન્ચની ટીમે અટકાયત કરી તપાસ કરતા અમદાવાદનો જગદીશ વણઝારા જણાઈ આવ્યો હતો.જ્યારે ગાડીમાં તાડપત્રીની નીચે સંતાડી રાખેલી જુદી જુદી કંપનીના સ્ટેપની સાથેના ટાયર મળી આવ્યા હતા.સઘન પૂછપરછ દરમિયાન છેલ્લા એક માસમાં તેણે વડોદરા આવી રાત્રિના સમયે રોડ સાઈડ પર ઉભી રહેતી ગાડીઓમાંથી સ્પેરવ્હીલોની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.જેથી ક્રાઈમ બ્રાન્ચે તેની અટકાયત કરી ચોરીના સ્પેરવ્હીલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

