40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના વાઘોડિયા બ્રિજ નજીક પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી

વાઘોડિયા રોડ પર બ્રિજ નજીક મંગળવારે વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી આગ બેકાબુ બનતા 10થી વધુ ફાયરના ટેન્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ હવે ગરમીના તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેવામાં વાહનોમાં તેમજ અન્યત્ર આગ લાગવાના બનાવો બની રહ્યા છે. મંગળવારે સવારે વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે.

વાઘોડિયા રોડ ઉપર બ્રિજ નજીક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો ફાયર ટેન્કરો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા 10 જેટલા ફાયર ટેન્કરો મંગાવવાની ફરજ પડી હતી.વાઘોડિયા રોડ ઉપર બ્રિજ નજીક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો ફાયર ટેન્કરો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા 10 જેટલા ફાયર ટેન્કરો મંગાવવાની ફરજ પડી હતી.

સતત આગ ઉપર પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જોકે આ આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું ન હતું. જો કે એક તબક્કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા.

Related posts

વડોદરા-ડભોઈ વચ્ચે પલાસવાડા ફાટકના કારણે રોજ ટ્રાફિક જામ લાભ પાંચમની સાંજના સમયે એક કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ

admin

પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા વૃક્ષારોપણ, હેલ્થ કેમ્પ જેવા અનેક કાર્યક્રમો

admin

રેલવે કોલોનીમાં ACB /CBI ત્રાટકી રેલવે વિભાગમાં ભરતી કૌભાંડની ચર્ચા

admin

Leave a Comment