30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં વિદેશી વિદ્યાર્થી પર હુમલો કરનારા ઝડપાયા

પારુલ યુનિવર્સીટીના વિદેશી વિદ્યાર્થીઓ રજાની મોજ માણવા પહોંચ્યા હતા. જોકે લીમડા ગામ તળાવ પાસે આવેલા ધાર્મિક સ્થાન પર તેઓ સિગારેટ પિતા અને બુટ ચપ્પલ પહેરીને જતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ચાર વિદ્યાર્થીઓ પર ગ્રામજનો તૂટી પડતા ચાર પૈકી એક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જે તમામને પારુલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. બનાવ અંગે યુનિવર્સીટી મેનેજમેન્ટ દ્વારા ફરિયાદ નોંધાવતા વાઘોડિયા પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરી 6 ની અટકાયત કરી હતી. જેમાં 2 સગીરનો સમાવેશ થાય છે.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી પારુલ યુનિવર્સિટી વધુ એક વખત તેમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓના કારણે વિવાદમાં જોવા મળી છે. જોકે આ વખતે ગ્રામજનોએ વિદેશી વિદ્યાર્થીઓને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 14ના રોજ ધૂળેટીનો તહેવાર હોય રજા હોવાથી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ જેવો થાઈલેન્ડ યુકે મુઝામ્બિ અને સાઉથ સુદાનના વિદ્યાર્થીઓ છે. જેઓ એટીએમ માંથી પૈસા ઉપાડી વાઘોડિયા તાલુકામાં આવેલા લીમડા ગામ તળાવ પાસે પહોંચ્યા હતા. જો કે જ્યાં તેઓ તળાવ પાસે આવેલા ધાર્મિક સ્થાન દરગાહ પર સિગરેટ પીતા અને બુટ ચપ્પલ પહેરીને જતા ગ્રામજનોએ તેઓને અટકાવ્યા હતા. જોકે વિદેશી વિદ્યાર્થીઓ હોવાથી તેઓ સ્થાનિક ભાષા સમજી શકે તેમ ન હોય ગ્રામજનો અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ગ્રામજનોનું ટોળું આ વિદેશી વિદ્યાર્થીઓ પર તૂટી પડ્યું હતું. જેમાં લાકડી બેટ અને પથ્થર વડે આ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. જેથી ગંભીર રીતે ઈજાગ્રત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે પારુલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ચાર પૈકી એક વિદ્યાર્થીને માથા અને કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ અંગે યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે આ વિદેશી વિદ્યાર્થીઓ હોય પોલીસે પણ દુભાષીયા ટ્રાન્સલેટરોની મદદ લેવી પડી હતી. ત્યારબાદ વાઘોડિયા પોલીસે આ ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરનાર ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.જ્યારે 6 લોકોની અટકાયત કરી હતી.જેમાં 2 સગીરનો પણ સમાવેશ થાય છે.

Related posts

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતન વસાવાનું ડભોઈમાં ભવ્ય સ્વાગત

admin

વડોદરાની મુલાકાતે આવેલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્ટેશન ગરનાળા પર બ્રિજ બનશે તેવી જાહેરાત કરી

admin

ડભોઇ તાલુકાના પણસોલી પાસે કારમાં રૂ.૪.૧૬ લાખના દારૂ સાથે ૩ ઝડપાયા

admin

Leave a Comment