Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

ભીખાપુરા વિસ્તારમાં પહેલીવાર ચુલી ખાતે યોજાનાર સમૂહ લગ્નોત્સવ માટે સામાજિક અગ્રણીઓ ની બેઠક મળી.

   ‌‌ચૂલી સ્વામિનારાયણ મંદિર ખાતે સમૂહ લગ્ન બાબતે સામાજીક મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં સમુહલગ્નને લઈ વિવિધ પ્રકારના આયોજન તેમજ વિવિધ પ્રશ્નો બાબતે સામૂહિક રીતે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ભીખાપુરા સરપંચ  મનસુખભાઇ રાઠવા કંડા સરપંચ પ્રતાપ ભાઇ રાઠવા, મુવાડા માજી સરપંચ લીમજી ભાઇ ,માજી તાલુકા સદસ્ય કાગુભાઇ રાઠવા , ચૂલી સરપંચ  મુકેશભાઇ, માજી સરપંચ લાલસિંગભાઇ ,ડેપ્યુટી સરપંચ રતિલાલભાઇ, ડેપ્યુટી,સરપંચ અરવિંદ ભાઇ , એન્જીનીયર નજરુભાઈ , વિઠ્ઠલ ભાઇ અને છોટાઉદેપુર થી આવેલા ઈકો યુનિટી ટ્રસ્ટ ના પ્રમુખ અને આર્મી ગોપાલભાઈ રાઠવા, મંત્રી મનુભાઈ રાઠવા પાણીબાર,  નિરંજનભાઈ રાઠવા આરએફઓ છોટાઉદેપુર,છોટાઉદેપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ લગામી, કેળકૂવા થી સેંગાભાઇ શિક્ષક ,ફોજી પ્રતાપભાઇ , ભાવેશભાઈ રાઠવા બોરકંડા, સોમાભાઈ રાઠવા ,બલસિંગભાઇ રાઠવા  ,નટવરભાઈ રાઠવા, શાંતિલાલભાઇ રાઠવા ,પૂનમભાઇ રાઠવા માસ્તર ,અશોકભાઇ વીરપુર,નરવત ભાઇ સમડી,અરવિંદભાઈ પોપટભાઇ ગઢ , વીરેન્દ્ર ભાઈ, ઉદેસિંગભાઈ, પિયુષ ભાઈ, ગિરીશભાઈ, નિરંજનભાઈ,દિલીપ ભાઇ સહિત સમગ્ર ભીખાપુરા  વિસ્તારમાંથી ૪૦ થી વધુ જેટલા  સામાજિક અગ્રણીઓ મળી સામૂહિક રીતે રીત રિવાજ મુજબ સમૂહ લગ્ન કરવા માટે સર્વાનુમતે તારીખ ૧૧/૫/૨૦૨૫ ને રવિવાર ના રોજ વિરેન્દ્રભાઈ લાલજી ભાઇ ના ખેતર માં યોજવા નુ નક્કી કરવા માં આવ્યું હતું.

હજી પણ કોઈ માતા પિતા વાલી પોતાના સંતાનો માટે સમૂહ લગ્ન માં જોડાવવા માંગતા હોય તો વહેલી તકે નોંધણી કરવા સૌને કરવામાં આવી હતી અને એક્બીજા ના સહયોગ અને સહકાર થી સહભાગી થઈને અહીં આ વિસ્તારમાં પહેલીવાર આયોજિત કરવામાં આવેલ સમુહલગ્ન ને સફળ બનાવવા સૌનો સાથ સહકાર, સહયોગ ની આશા વ્યક્ત કરી હતી.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુરમાં શિક્ષક દ્વારા ૧૩ વર્ષની બાળકી સાથે છેડતીના મામલે આરોપી શિક્ષક સંજય પારેખને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

admin

છોટાઉદેપુર જિલ્લાના રંગપુર સબ સેન્ટર મોટી સાઢલી ખાતે “ટીબી મુકત ભારત અભિયાન અંતર્ગત ” એક્ષરે નિદાન કેમ્પ યોજાયો.

admin

કાકળીના પોટલાની આડમાં લઇ જતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

admin

Leave a Comment