જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને છોટાઉદેપુર કલેક્ટર કચેરીના સંકલન હોલ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટરએ સંકલન સમિતિના અધિકારીઓ સાથે જન પ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરી તેમનો સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં સાંસદ જશુભાઇ રાઠવા, સર્વે ધારાસભ્ય અભેસિંહ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતીભાઈ રાઠવા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, પોલીસ અધીક્ષક ઈમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેકટર શૈલેશ ગોકલાણી, ડીઆરડીએના નિયામક કે.ડી.ભગત સહિતના વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોહસીન સુરતી, છોટાઉદેપુર

