40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

જિલ્લા પ્રભારી મંત્રી ભિખૂસિંહ પરમારની અધ્યક્ષતામાં વર્ષ ૨૦૨૪-૨૫ના આયોજન માટેની જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ.

૩ વર્ષમાં હાથ ધરાયેલા જનસુખાકારીના વિકાસ કામોની સમીક્ષા કરતા અન્રાન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભિખુસિંહ પરમાર

ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભિખુસિંહ પરમારની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સંકલન હોલ ખાતે ન્યૂ ગુજરાત પેટર્ન યોજનાના કામોની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન પ્રાયોજના વહીવટદાર અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે કચેરી હસ્તકના અને જિલ્લાના વિવિધ વિભાગોના ૩ વર્ષમાં હાથ ધરાયેલા જનસુખાકારીના વિકાસ કામો પૈકી પૂર્ણ થયેલા અને પ્રગતિ હેઠળના કામોની વિસ્તૃતમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી ચર્ચા કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ ૨૦૨૪ – ૨૫ના આયોજન અંગે મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી હ્તી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા અને ધારાસભ્યઓએ આયોજન અંગે જરૂરી સૂચનો કર્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સર્વે ધારાસભ્યઓ જયંતીભાઈ રાઠવા, રાજેન્દ્રસિંહ રાઠવા, અભેસિંહભાઈ તડવી, ડીઆરડીએના નિયામક કે ડી ભગત, તાલુકા પંચાયતના પ્રમુખ, સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

કવાંટ તાલુકાના ખાંડણીયા અને નળવાંટ ગામે નદીમાં યુવાનો નદીમાં તણાઈ જતા મૃત્યુ પામેલ પરિવારને સહાય રૂપે સરકાર તરફથી ચાર – ચાર લાખનો ચેક ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો

admin

ચુડેલ પીએચસી માં ટીબીની સારવાર પર ચાલતા દર્દીઓને ટીબી રોગ અંગે પેશન્ટ પ્રોવાઇડર મીટીંગનો કાર્યક્રમ યોજાયો.

admin

છોટાઉદેપુરમાં શનિવારનાં હાટ બજાર ખાતે એચ.આઈ.વી એઇડ્સ પોસ્ટર આઈ.ઈ.સી અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો

admin

Leave a Comment