નસવાડી તાલુકાના દુગ્ધા ગામના ખેડૂતો જી.એન.ગોલ્ડ લિમિટેડ માં એક કરોડથી વધુ100 કરતા વધુ લોકોએ રોકાણ કર્યું હતું એજન્ટ પાકતી મુદતે નાણાં ના અપાવતા લોકોના નાણાં ડૂબ્યા,
દુગ્ધા ગામના લોકો મજૂરી કામ કરવા માટે સૌરાષ્ટ અને અન્ય શહેરોમાં જાય છે. ત્યાંથી નાણાં બચાવે અને આ કંપનીમાં ડબલ થવાની લાલચે ગામના એજન્ટને નાણાં આપ્યા હતા. તેની પાવતી પણ આપી હતી. પરંતુ આ કંપનીની ઓફિસ કોઈ જગ્યાએ ના મળતા ગરીબ પરિવારો છેતરાયા,
આદિવાસી વિસ્તારમાં નસવાડી તાલુકાનું છેવાડાના ગામ લોકો શિક્ષિત નથી ગામના યુવાને લોભામણી લાલચો આપી નાણાં રોકાણ કરાવ્યા હતા, પરંતુ નાણાં શ્રમજીવી પરિવારોને ના મળતા મામલો નસવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે,
હાલ તો નસવાડી તાલુકામાં આવા કેટલા એજન્ટો હતા તેની તપાસ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. જયારે સરકારે પણ આવા ગરીબ લોકોને છેતરપિંડી કરતી આવી કંપનીઓ સામે પગલાં ભરવા જોઈએ તેની માંગ ઉઠી છે,

