33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા ગામની પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સ્ટેશનરી વિતરણ કરવામાં આવી

પાવીજેતપુર તાલુકાના પાણીબાર પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા ૧૪૦ થી વધુ વિદ્યાર્થીઓ ને ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા દર વર્ષની જેમ પુરા વર્ષની જરુરીયાત મુજબ ની સ્ટેશનરી કીટ તૈયાર કરી ને વિતરણ કરવામાં આવી હતી , ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી ગામ માં થી નોકરી ધંધાર્થે બહાર ગામ રહેતા નોકરીયાત વર્ગ ના ગ્રુપ તેમજ ગામ ના યુવાનો અને વડીલો ના સહયોગથી આ પ્રમાણે ધોરણ ૧ થી ૮ સુધી ના વિદ્યાર્થીઓ માટે પુરા વર્ષની જરુરીયાત મુજબ ની સ્ટેશનરી ખરીદ કરી વિતરણ કાર્યક્રમ રાખવામાં આવે છે અહીં ગ્રુપ નાં સભ્યો નું માનવું છે કે વિદ્યાર્થીઓ ને ખુલતા વેકેશનમાં ચોપડા વગેરે અભ્યાસ માં જરુરી સામગ્રી ખરીદી કરવા ની થાય તે જ સમયે ખાસ કરીને ખેતી કામ કરતા વાલીઓ ને પણ વાવણી સમયે બીયારણ દવા સહિત વાવણી ને લગતી ખેતીકામ માટે પણ વસ્તુ ખરીદી માટે આર્થિક સંકડામણ અનુભવાતી હોય છે જેને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ થકી ગામ માટે નાનકડી મદદ તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ના ભાગ રૂપે અમે આ સ્ટેશનરી વિતરણ કરીએ છીએ.

ઉપરાંત ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં ચાલુ વર્ષે ૭૦ થી વધુ ટકા સાથે ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર અને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે ગામ નાં જીઇબી માંથી વય નિવૃત થયેલા કર્મચારીઓ અમરસિંગભાઈ સલુભાઈ રાઠવા લાઇન ઇન્સ્પેકટર, અમરસિંગભાઈ કાગડાભાઈ રાઠવા,મીટર ઇન્સ્પેકટર, વિષ્ણુભાઈ નમલાભાઈ રાઠવા લાઇનમેન તથા ઈશનાથભાઈ ભંગીયાભાઈ રાઠવા સ્વીચ ઓપરેટર નું સાલ તથા ભારતીય સંવિધાન આપી સન્માન કરવામાં આવ્યું હતું.

Related posts

સંખેડાની વારસાગત હસ્તકલાને નવી દિશા આપતા કલેકટર ગાર્ગી જૈન

admin

છોટાઉદેપુર જિલ્લાના વસેડી ગામે ઇકો યુનીટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઇનીશીયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક શૈક્ષણિક ઉત્થાન કેમ્પસનું ખાતમુહૂર્ત

admin

આંબાની વાડીઓમાં કેરીના ઉત્પાદનમાં 50 ટકા ઊતારો પાક ઓછો થતા ભાવ વધશે

admin

Leave a Comment