30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

સતત ત્રણ વર્ષથી અભ્યાસથી વંચિત વિદ્યાર્થીનીઓની ફી પત્રકારોએ ભરી અન્ય શાળામા પ્રવેશ અપાવ્યો

સતત ત્રણ વર્ષથી અભ્યાસથી વંચિત વિદ્યાર્થીનીઓની ફી પત્રકારોએ ભરી અન્ય શાળામા પ્રવેશ અપાવ્યો.. આને કહેવાય સાચો પ્રવેશોત્સવ
……………………
બેટી બચાવો, બેટી પઢાવો… કન્યા કેળવણી… પ્રવેશોત્સવ”માત્ર સૂત્ર? જમીન પર હકીકત તો કંઈક અલગ
…………………………..
બોડેલી પાસેની ખાનગી શાળાએ બે વિદ્યાર્થીની વચ્ચે બાકી રહેલી ફી ના કારણે L.C અટકાવી રાખ્યું…ખાનગી શાળા એ કઠોર વર્તન કરતા બોડેલીના કેટલાક પત્રકારો બે દીકરીઓની વહારે આવ્યા..

ફીના બાકી પડતા રૂપિયા 12000 ભર્યા અને ત્રણ વર્ષથી અભ્યાસ માટે અટવાતી દીકરીઓંને એડમીશન કરાવ્યુ

 "બેટી બચાવો, બેટી પઢાવો" પ્રવેશોત્સવ""  કન્યા કેળવણી,, દેશભરમાં ગૂંજતો આ નારો આશાનું સંદેશ લાવે છે. પણ બોડેલીના અલીપુરામાં રહેતી સીતાબેન રાઠવાની પરિસ્થિતિ એ દર્શાવે છે કે આ નારાઓ હકીકતથી અલગ...જ ...

   છોટાઉદેપુર જિલ્લા ના બોડેલીના અલીપુરા વિસ્તાર મા રહેતી વિધવા માતા સીતાબેન રાઠવા ત્રણ દીકરીઓ સાથે જીવન વિતાવે છે.... પતિ અને માતાનું અવસાન થયા બાદ લોકોના ઘરકામ કરી ગુજરાન ચલાવે છે.

   એક સમયે તેમની બે પુત્રીઓ ડિમ્પલ અને જીયાને બોડેલી નજીક ખાનગી શાળામાં એડમિશન કરાવ્યુ અને રૂપિયા 45,000..અને ત્યાર પછી પણ. ફી ચૂકવી.ત્યાર બાદ સ્વાસ્થ્ય ખર્ચ અને આર્થિક તંગીના આવી જતા ફી ભરાઈ શકી નહિ, જેથી શાળાએ વારંવાર ફી માટે ટોર્ચર કરતા દીકરીઓએ અભ્યાસ માટે શાળાએ જવાનુ બંધ કરી દીધુ હતુ.... 

 સતત ત્રણ વરસ સુધી અભ્યાસ થી વંચિત રહેલી પોતાની દીકરીઓને અભ્યાસ કરાવવા  સીતાબેને બોડેલી કન્યા શાળામાં પુનઃએડમિશન માટે L.C માંગ્યું, ત્યારે શાળાએ 17,000 રૂપિયા  બાકી ફી ની માંગણી કરી હતી.....ત્યારે સીતાબેને અનેક પ્રયત્નો બાદ રૂપિયા 10,000ની વ્યવસ્થા કરી, બાકી ખૂટતી  7,000 ફીની..માફી આપવા માટે વિનંતી કરી ત્યારે આચાર્યએ કઠોર વલણ સાથે જવાબ આપ્યો “પૂર્ણ ફી ભર્યા વિના L.C નહિ મળે તેમ કહી L.C આપવાનો ઇનકાર કરી દીધો.. 

 સીતાબેન માટે વિષય ચિંતાજનક બન્યો અન તે મુંજવણ મુકાઈ ત્યારે.. બોડેલીના પત્રકારોને આ બાબતની જાણ થતા બે પત્રકારોએ પણ આચાર્ય ને ફક્ત 7000 ની ફી..માફી આપવા વિનંતિ કરી હતી ત્યારે આચાર્યએ જણાવ્યું કે ફી તો માફ નહી થાય તમને લાગણી હોય તો તમે ભરી દો તેમ કહી દીધું ત્યારે બોડેલી પ્રેસ ક્લબના દ્વારા કેટલાક પત્રકારોએ   12,000.રૂપિયા ઉમેરી 17000 આપ્યા ત્યારે  L.C મળ્યું

  છેલ્લા ત્રણ વર્ષથી વંચિત રહેલી  દીકરીઓ ત્રણ વર્ષ બગડ્યા છે તો હવે શું કરીશું પરંતુ કન્યા શાળાના આચાર્ય સંદીપભાઈ જયસ્વાલ ને રજૂઆત કરતા તેમણે જણાવ્યું હતું કે તમો RTE ના કાયદા હેઠળ અરજી કરી અને વય-કક્ષા મુજબ એડમિશન લઈ શકો છો  ત્યારે સીતાબેને કન્યાશાળામાં RTE માટે અરજી કરી અને આ બંને બાળકીઓ માટે એડમિશન મેળવી લીધું છે 

હવે જીયા ધો. 6 અને ડિમ્પલ ધો. 8 હવે બોડેલી કન્યા શાળામા એડમિશન મળી જતા ફરીથી ભણવાનું શરૂ કરી ચુકી છે.

સીતાબેન રાઠવા (માતા)

 "મારાં પતિ અને માતાનું અવસાન થયું… પછી દીકરીઓ માટે એકલી લડતી રહી.ખાનગી શાળામાંથી L.C  ન મળતાં ખૂબ તકલીફ પડી નિરાશ પણ હતી ત્યારે કેટલાક પત્રકારોએ આગળ આવી મદદ કરી, હવે મારી દીકરીઓ ભણી શકે છે તેનો મને આનંદ છે

સંદીપભાઈ જયસ્વાલ (આચાર્ય, બોડેલી કન્યા શાળા)

સીતાબેને મારી દિકરીઓ ત્રણ વર્ષ સુધી અભ્યાસથી વંચિત રહી છે તો હવે શું થશે તેવી રજૂઆત કરી અમે હવે બંને દીકરીઓને RTE હેઠળ એડમિશન આપ્યું છે. ભવિષ્યમાં તેઓ અમારી શાળામાં ભણી સારો અભ્યાસ મેળવી આગળ વધે તેમ અમે છીએ છીએ

શિક્ષણ અધિકાર છે, દયા નહિ. જ્યારે ખાનગી શાળાઓ ફી માટે માનવતાની ભૂલ કરે, ત્યારે ‘બેટી પઢાવો’ જેવો ફક્ત નારો લાગે છે.

બોડેલી કન્યાશાળામા એડમિશન મેળવી પ્રવેશ કરાવ્યા બાદ સીતાબેન ની બંને પુત્રીઓ ખુશ છે અને તેઓ જણાવે છે કે મારા પત્રકાર મામાઓએ ફી ભરી અને L.C કઢાવી અને હવે અમે શાળાએ આવતા થયા છે અને અમે ખુશ છીએ..

ડિમ્પલ… અને જીયા…

આશાની કિરણ એ લોકો છે – જેમણે અવાજ વિહોણાને અવાજ આપ્યો. બોડેલીના પત્રકારો એ ઉદાહરણ પૂરું પાડે છે કે સમાજ જો ઈચ્છે તો કોઈ દીકરી અભ્યાસથી વંચિત ન રહે..

દરેક માતા પિતાની ઈચ્છા હોય છે મારો દીકરો કે દીકરી ખાનગી શાળામાં અભ્યાસ કરી ઉચ્ચ શિક્ષણ મેળવે અને તેનું એડમીશન ખાનગી શાળામાં કરાવે છે પરંતુ અભ્યાસ દરમિયાન કોઈ એવી સમસ્યા આવીને ઉભી થઇ જાય અને એની આર્થી પરિસ્થિતિ નબળી પડી જાય ત્યારે આવી સમસ્યા સર્જાતી હોય છે

ખાસ કરીને કોરોનાના સમયગાળા બાદ કેટલાય લોકોના ધંધા રોજગાર પર અસર પડી છે અને ત્યાર બાદ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેમના બાળકોને ખાનગી શાળાઓમાંથી L.C કઢાવી સરકારી શાળામાં અથવા ફી નો ખર્ચ ઓછો હોય તેવી શાળામાં અભ્યાસ કરાવવાની ફરજ પડી છે,,, તો ખુબ મોટી સંખ્યામાં એવા પણ વિદ્યાર્થીઓ છે જેઓની બાકી પડતી ફી નાં ભરવાના કારણે શાળામાંથી L.C નાં કાઢી આપતા અભ્યાસ થી વંચિત રહી ગયા છે તો કેટલાક નાં ત્રણ વર્ષ ચાર વર્ષ જેટલો અભ્યાસ બગડતા તેમનું ભવિષ્ય ધૂંધળુ થયુ છે.

સવાલ ફક્ત જીયા..અને ડીમ્પલ નો નથી સવાલ એ છે ખાનગી શાળાઓમા  થતી આવી ઘટનાઓમા વિદ્યાર્થી અભ્યાસ થી વંચિત રહી જવાની ઘટનાઓ બની રહી છે ડિમ્પલ અને જીયા ની સાથે બનેલી ઘટના બાદ પણ તંત્રની આંખ ખુલશે? ...અને શું 'બેટી બચાવો, બેટી પઢાવો' પ્રવેશોત્સવ.. જેવા નારા  કાગળ પર જ રહેશે...

Related posts

છોટાઉદેપુર એસ.એફ.હાઇસ્કુલ ખાતે નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, સાંસદ અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.

admin

છોટાઉદેપુર જિલ્લામાં નસવાડીથી જબુગામ સુધી બની રહેલા નેશનલ હાઈવે 56 ના કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

admin

આંબાડુંગર ગામના મહેશભાઈ ભીલનું પોતાના ઘરનું સ્વપ્ન થયુ સાકાર

admin

Leave a Comment