“ધી સ્ટ્રીટ વેન્ડર્સ (પ્રોટેક્શન ઓફ લાઇવલીહુડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડીગ) એક્ટ 2014 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટ્રીક વેન્ડર રૂલ્સ 2016 બનાવવામાં આવેલ છે. ધી ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ રૂલ્સ 2016 ની જોગવાઈ મુજબ નગરપાલિકા કક્ષાએ ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવા જણાવેલ હોય.
ગુજરાત શહેરી આજીવિકા મિશન, ગાંધીનગરના મિશન ડાયરેક્ટર સાહેબશ્રી દ્વારા મળેલ સૂચના અનુસાર ડભોઇ નગરપાલિકા દ્વારા નિયમો અનુસાર ની કાર્યવાહી કરી ડભોઇ શહેર કાયમી ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવેલ છે. સદર કમિટીની મુદત ત્રણ વર્ષની હોય અગાઉની રચાયેલ કમિટીની મુદત પૂર્ણ થતા નગરપાલિકા દ્વારા નિયમોઅનુસાર ની કાર્યવાહી કરી ડભોઇ નગરપાલિકા દ્વારા પુનઃ કાયમી ટાઉન વેલ્ડીંગ કમિટીની રચના તારીખ 18/3/2026 ના રોજ કરવામાં આવી હતી. અને આજરોજ આ નવી રચાયેલ કાયમી ટાઉન વેલ્ડીંગ કમિટીની પ્રથમ મીટીંગ ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી ના અધ્યક્ષ સ્થાને ડભોઇ નગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે યોજવામાં આવી હતી આ કાયમી કમિટીના સત્તાવાર 05 સભ્યો અને બિન સત્તાવાર 10 સભ્યો મળી કુલ 15 સભ્યોની આ કમિટીની મીટીંગમા ટ્રાફિક ઇન્સ્પેક્ટર શ્રી એલ. એચ. ગોહિલ, પ્રોજેક્ટ મેનેજર શ્રી મહેશ પરમાર, માજી પ્રમુખશ્રી બીરેનભાઈ શાહ, ડભોઇ શહેર વેપારી મહાજનના પ્રમુખશ્રી ભુપેન્દ્રભાઈ એમ શાહ., બેંક મેનેજરશ્રી, તેમજ બિનસરકારી સંસ્થાના પ્રતિનિધિ શ્રી પ્રવીણભાઈ સી. દુલેરા, ડભોઇ કોમ્યુનિટી ફાઉન્ડેશન તેમજ તડવી મંજુલાબેન, સોલંકી હેમલત્તાબેન, વાઘરી કાલિદાસભાઈ, રાવળ જયશ્રીબેન, મનસુરી અલ્તાફ હુસેન તથા માળી મોતીભાઈ જે ફેરિયાઓના 06 પ્રતિનિધિઓ આજની આ મિટિંગમાં હાજર રહ્યા હતા.
પ્રોજેક્ટ મેનેજર શ્રી મહેશ પરમાર દ્વારા સ્ટ્રીટ વેન્ડરના અધિકારો, સ્ટ્રીટ વેડિંગનું નિયમન,કાયમી વેલ્ડીંગ કમિટી, વેલ્ડીંગ ઝોન, વેન્ડિંગ કમિટીની રચના, વેન્ડરમાટેની ફરજો, સ્ટ્રીટ વેન્ડર્સ માટેના લાભો, સ્ટ્રીટ વેન્ડર્સના અધિકારોનું રક્ષણ, અપીલ કમિટી વગેરે જેવા મહત્વના વિષય ઉપર જરૂરી માર્ગદર્શન મિટિંગમાં આપવામાં આવ્યું હતું. આજની આ મિટિંગમાં નગરમાં થતા ટ્રાફિકને લગત પણ ચર્ચા કરવામાં આવી હતી.

