33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા ગામની એક અસ્થિર મગજની મહિલાને તેઓના પરિવાર સાથે પુનઃ મિલન કરવવામાં આવ્યું હતું.

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પુરસ્કૃત અને મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા સંચાલિત છોટાઉદેપુર ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા ગામની એક અસ્થિર મગજની મહિલાને તેઓના પરિવાર સાથે પુનઃ મિલન કરવવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના વડોઠ ગામમાં માનસિક અસ્થિર મગજની મહિલા પહોંચી હતી. જેની જાન કદવાલ પોલીસને થતાં કદવાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. કદવાલ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી મહિલાને ગઈ તારીખ ૨૪-૮-૨૦૨૪ના રોજ રાત્રીના સમયે છોટાઉદેપુર જિલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાને આશ્રય માટે લાવવામાં આવી હતી. ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટરની બહેનો દ્વારા મહિલાનું સતત કાઉન્સિલિંગ કરતા મહિલા છેલ્લા 15 દિવસથી પોતાના ઘરેથી નીકળી હોવાનું સામે આવ્યું હતું. અને મહિલા માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું હતું. અને મહિલા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા ગામની હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટરની બહેનો દ્વારા કોઠંબા પોલીસને જાણ કરવામાં આવી હતી. અને ત્યારબાદ તેઓના પરિવારનો સંપર્ક થતાં તેઓના પરિવારજનો છોટાઉદેપુર સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આવી પહોંચ્યા હતા. અને સખી વન સ્ટોપ સેન્ટરની બહેનો દ્વારા માનસિક અસ્થિર મગજની મહિલાને તેઓના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું. જેને લઈને પરિવારજનોએ સખી વન સ્ટોપ સેન્ટરનો આભાર માન્યો હતો.

Related posts

છોટા ઉદેપુર જિલ્લાના અધિકારીઓ સાંસદને પણ ગાંઠતા નથી તો સામાન્ય પ્રજાનું શું થાય ?

admin

નસવાડી તાલુકાના રામપુરી ગામમાં માઇનોર કેનલ બંધ થતા ખેડૂતોમાં ભારે રોષ

admin

નસવાડીમાં માનવતાને ઝંઝોડતી ઘટના – પાંચ યુવાનો પર ટોળાનો જીવલેણ હુમલો

admin

Leave a Comment