43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શોભાયાત્રામાં વાગતા ડી.જે.ના અવાજના કારણે બાલ્કનીનો ભાગ તૂટીને પડયો હતો જે બનાવમાં રાવપુરા પોલીસે ચાર આયોજકો તેમજ ચાર ડી.જે.સિસ્ટમના સંચાલકો સામે ગુનો દાખલ કર્યો

વડોદરા શહેરમાં દશામાની શોભાયાત્રામાં વાગતા ડી.જે.ના અવાજના કારણે દાંડિયા બજાર રોડ પર ડાલસન ઘડિયાળની ઉપર ત્રીજા માળે ફ્લેટની બાલ્કનીનો ભાગ તૂટીને પડયો હતો. જે બનાવમાં રાવપુરા પોલીસે ચાર આયોજકો તેમજ ચાર ડી.જે.સિસ્ટમના સંચાલકો સામે ગુનો દાખલ કર્યો છે.

દશામાના આગમનની શોભાયાત્રા ગત તા. ૩ જી એ નીકળી હતી. દાંડિયાબજાર વિસ્તારમાં ચાર ડી.જે.સાથે આગમન યાત્રા રાતે સાડા નવ વાગ્યે નીકળી હતી. તેમાં ૧૦૦ થી ૧૫૦ લોકો સામેલ હતા. તેમજ આઠ આયોજકોની મૂર્તિઓ હતી. મંડળના આયોજકો પાસે રાતના ૧૦ વાગ્યા સુધી જ સિસ્ટમ વગાડવા માટે પરમિશન હતી. તેમછતાંય રાતે સાડા અગિયાર સુધી સાઉન્ડ સિસ્ટમ વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવ્યું હતું. જેથી, પોલીસે ચાર આયોજકો તેમજ શોભાયાત્રામાં ડી.જે. વગાડનાર ચાર સંચાલકો સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં (૧) નાગરવાડા રોડ માળી મહોલ્લાના આયોજક રાહુલ રાજુભાઇ માળી ( રહે. માળી મહોલ્લો, નાગરવાડા) (૨) જય અંબે સાઉન્ટ સિસ્ટમના ડી.જે. વગાડનાર વિશાલ ગોસ્વામી (રહે. ભાંડવાડા,ફતેપુરા) (૩) વોર્ડ ઓફિસ – ૭ની સામે માળી મહોલ્લામાં ઘરની અંદર દશામાની મૂર્તિના સ્થાપક સંદિપ શનાભાઇ માળી (૪) વિનાયક સાઉન્ડના દક્ષેશ પ્રવિણભાઇ પંચાલ (૫) નાગરવાડા માળી મહોલ્લો, સુધરાઇ ઓફિસની સામેના આયોજક સંજય બચુભાઇ માળી (૬) ઉર્વિ સાઉન્ડના દિપેશ રાજેન્દ્રસિંહ રણા ( રહે. અમૃત નગર, અલવા નાકા, માંજલુપર)(૭) નાગરવાડા બહુચરાજી રોડ દશામાની મૂર્તિના સ્થાપક દક્ષાબેન રાજેન્દ્રભાઇ રાજપૂત તથા (૮) લીલાગરી સાઉન્ડના જયદિપ નારાયણભાઇ માળીનો સમાવેશ થાય છે.

Related posts

ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ દ્વારા કુબેર ભવન ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

admin

શ્રી આધ્યા શક્તિ કેરીએબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 33 વર્ષથી શ્રીજીની સ્થાપના આ વર્ષે ગણપતિની આજુબાજુ શુભ અને લાભ સાથે ગણપતિ બિરાજમાન કરવામાં આવ્યા

admin

આરસીસી રોડના નિર્માણ બાદ કોન્ટ્રાક્ટરની લાલિયા વાડીના કારણે વાહનચાલકો પરેશાન

admin

Leave a Comment