40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

‘તળાવ બચાવો, કાંસો બચાવો, પ્રકૃતિ બચાવો’ અંતર્ગત સેવાસી સહિતના કાંસો પરના દબાણો દૂર કરવાની માંગ સાથે ચાર ગામોના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર

ગત તા. 26 ઓગસ્ટથી સતત ત્રણ દિવસ સુધી વડોદરા શહેર તથા આસપાસના વિસ્તારોમાં પૂરપ્રકોપને કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો તથા મોટા પાયે નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો હતો. જેમાં વડોદરા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ સાત ગામો પણ બાકાત રહ્યાં ન હતાં તેની પાછળનું કારણ વરસાદી કાંસો તથા વિશ્વામિત્રી નદી ઉપરના ગેરકાયદેસર રીતે બિલ્ડરો દ્વારા કરાયેલા દબાણો હોવાની લોકચર્ચા છે જેમાં વડોદરાની આસપાસના નવા વિસ્તારો પણ ગેરકાયદેસર વરસાદી કાંસો પરના દબાણોમાં બાકાત નથી રહ્યાં. સેવાસી ખાતે ‘મોટા તળાવ’ તરીકે ઓળખાતું તળાવ 14 થી15હજાર સ્કવેર ફૂટમા ફેલાયલુ છે અહીં છેલ્લા ઘણા વર્ષોમાં પૂરના પાણીને કારણે કંઇ અસર નથી થઇ પરંતુ આ વર્ષે આ તળાવ ઓવરફ્લો થયું હતું અને તેનું પાણી બેક મારતાં નુકસાન થયું છે. અગાઉ આ તળાવમાં ઓવરફ્લો થાય તો પાણી ભાયલી બીલ, ચાપડ થઇ વિશ્વામિત્રી નદી માંથી દરિયામાં જતું હતું પરંતુ આ વર્ષે આ પાણી બેક મારી સમગ્ર પંથકમાં જોવા મળ્યું હતું અહીં સેવાસીના સર્વે નંબર 639 પર કાંસો પર ગેરકાયદેસર રીતે બિલ્ડરો દ્વારા દબાણો કરી દેવાતા આ પરિસ્થિતિ નિર્માણ પામી છે ત્યારે આજે સેવાસી, ખાનપુર, અંકોડીઆ તથા ભાયલીના આગેવાનો દ્વારા ‘તળાવ બચાવો, કાંસો બચાવો તથા પ્રકૃતિ બચાવો’ અંતર્ગત ‘આપણે પ્રકૃતિનો બચાવ કરીશું તો પ્રકૃતિ પણ આપણો બચાવ કરશે’ તે અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સાથે આ ગેરકાયદેસર દબાણો દૂર કરવા રજૂઆત કરી હતી

Related posts

ડભોઇના કડિયા વાર વિસ્તારમાં BLOની ફરજ દરમિયાન તબિયત બગડી, બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

admin

સાયબર ક્રાઇમ ફ્રોડ અંગે જનજાગૃતી લાવવા વડોદરા ગ્રામ્ય પોલીસ દવારા યોજવામા આવેલ પ્રેસ કોન્ફરન્સ

admin

વડોદરાના શહેરના સમા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં શિયાળ ઘૂસી આવતા હડકંપ

admin

Leave a Comment