33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગરપાલિકા ચુંટણી પરિણામને લઈ વિવાદ સર્જાતા પિટિશન કોર્ટમાં દાખલ

નગરપાલિકા ચુંટણી પરિણામને લઈ વિવાદ સર્જાયો,

વોર્ડ નં 4 ના બે ઉમેદવારોએ પરિણામને પડકારતી પિટિશન કોર્ટમાં દાખલ કરી,

સુક્ષ્માબેન વેલજીભાઈ રાઠવા અને રોઝીબેન અસ્ફાક મકરાણીએ દાખલ કરી પિટિશન,

ચુંટણી અધિકારી દ્વારા ખોટી અને ગેરકાયદેસર રીતે મ્યુનિસિપાલટી એકટ ની જોગવાઈઓ વિરુદ્ધ ખોટું અર્થ ઘટન કરીને પરિણામ જાહેર કર્યાનો અરજદાર પક્ષના વકીલનો આરોપ,

અનુ.આદિજાતિ અનામત બેઠકની ઉમેદવારને સામાન્ય સ્ત્રી અનામત બેઠક ઉપર વિજેતા જાહેર કરાતા સર્જાયો વિવાદ,

સામાન્ય સ્ત્રી અનામત બેઠકના તમામ પ્રતિસ્પર્ધી કરતા વધુ મત હોવા છતાં રોઝી મકરાણી વિજેતા જાહેર ન કરાયા,

સુક્ષ્માબેન રાઠવાએ અનુસૂચિત આદિજાતિ અનામત બેઠક ઉપર ઉમેદવારી કરી હોવા છતાં તેમને સામાન્ય સ્ત્રી બેઠક ઉપર વિજેતા જાહેર કરાયા,

મને મારી અનુસૂચિત આદિજાતિ અનામત બેઠક ઉપર વિજેતા જાહેર કરવામાં આવે તેવી સૂક્ષ્મા રાઠવાએ કરી છે માંગ,

નામદાર કોર્ટે વાદી પ્રતિવાદીઓને હાજર રહેવા કર્યું હતું ફરમાન,

પ્રતિવાદી પક્ષના વકીલે મુદ્દાતની માંગણી કરતા કોર્ટે આવતીકાલે સોમવારની આપી મુદ્દત,

કોર્ટે રવિવાર સાંજ સુધીમાં અરજદારોને પણ તમામ જવાબોની નકલ રજુ કરવા જણાવ્યું,

અરજદારોએ પ્રમુખની ચૂંટણી સામે પણ કોર્ટમાં સ્ટેની કરી છે માંગ,

પ્રમુખની ચૂંટણી પૂર્વે નવો વિવાદ સર્જાતા ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની,

છોટાઉદેપુર નગરપાલિકા ચુંટણી પરિણામને લઈ વિવાદ સર્જાતા પિટિશન કોર્ટમાં દાખલ

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં શિવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી શિવ શક્તિની ભક્તિમાં રંગાયો જિલ્લો

admin

રમત – ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે એડવેન્ચર કોર્ષ અને બેઝિક કોર્ષની શરૂઆત જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને

admin

છોટાઉદેપુર નગરમાં આવેલ પ્રગટ પુરુષોત્તમ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા” નું આયોજન કરાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

admin

Leave a Comment