Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના આબાખૂટ ગામે પ્રેમ લગ્ન યુગલ સામે તાલિબાની ફરમાન

પ્રેમ લગ્ન યુગલ સામે તાલિબાની ફરમાનનો કિસ્સો સામે આવ્યો છે, ૯ લાખનો દંડ અને કોઈ એમના ઘરે જાય તો ૨૫ હજારનો દંડનો ઠરાવ કર્યાનો પીડિત યુવકનો આરોપ

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના આબાખૂટ ગમે એક પ્રેમ લગ્નના કિસ્સામાં ગામના પંચે એક ફરમાન જાહેર કર્યું છે. કાજર જયંતિભાઈ બારિયાએ પોતાના જ ફળિયાની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા. યુવતીના પરિવારજનોએ વાંધો ઉઠાવ્યો કે, બંને એક જ કુટુંબના હોવાથી આ લગ્ન યોગ્ય નથી. ગામના પંચે આ મામલે સુનાવણી કરી અને યુવક-યુવતીના લગ્નને માન્યતા ન આપી. પંચે યુવક અને તેના પરિવારજનોને ગામ, સમાજ અને નાતમાંથી બહિષ્કૃત કરવાનો આદેશ આપ્યો છે. વધુમાં, યુવક પાસે રૂ. 9 લાખની માંગણી પણ કરવામાં આવી છે તેઓ પીડિય યુવક આક્ષેપ કરી રહ્યો છે. આ નિર્ણયથી નારાજ યુવકે જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે. હાલમાં યુવક-યુવતી બંને ગામ છોડીને અન્યત્ર રહેવા મજબૂર બન્યા છે. યુવકના પરિવારજનો પણ સામાજિક બહિષ્કારનો સામનો કરી રહ્યા છે. તેમણે ખેતરે જવાનો રસ્તો બંધ કરી દેવાયો છે. ગામમાં કોઈ સબંધ રાખવા તૈયાર નથી.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ સાથે જિલ્લા સંકલનની બેઠક યોજાઇ

admin

છોટાઉદેપુરની એક શાળામાં સગીરવયની વિધાર્થીનીને શાળાના શિક્ષક સંજય પારેખએ છેડતી કરી હતી તેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ

admin

છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે વિદ્યા સહાયક ભરતી ધોરણ એક થી પાંચ ગુજરાતી માધ્યમ વર્ષ 2024નો સ્થળ પસંદગી કેમ્પ યોજાયો

admin

Leave a Comment