ગોરવામાં આવેલા લગભગ 150 થી વધુ કાચા પાકા મકાનો ગુજરાત હાઉસિંગ બોર્ડ તેમજ વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે અમો છેલ્લા 60 વર્ષથી વસવાટ કરીએ છીએ અને અમારા બાળકો નો અભ્યાસ ગોરવા ની શાળામાં ચાલુ છે તેવા સંજોગોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અમારા મકાનો તેમજ ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે અમોને કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી અમોએ વડોદરા મહાનગરપાલિકા માં મકાન માટે 5000 રૂપિયા બેંક ધ્વારા ભરેલ છે પરંતુ અમોને કોઈ મકાનની ફાળવણી કરવામાં આવેલ નથી જેથી આજે આમ આદમી પાર્ટીના વિરેન રામી ને સાથે રાખીને અમારી કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી લાગણી અને માંગણી ને ધ્યાન આપી અમોને વડોદરા મહાનગરપાલિકાની એફોર્ડેબલ હાઉસિંગ, પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના માં મકાન ફાળવવામાં આવે જેથી અમો પરિવાર સાથે શાંતિથી રહી શકીએ. તેવું આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું

