33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે એક હડકાઈ લો શ્વાન આશરે 10 વ્યક્તિને કરડતા ગામમાં ભયનું વાતાવરણ પેદા થયું

ડભોઈ તાલુકા ના ભીલાપુર ગામે એક હડકાઈ લો શ્વાન આશરે10 વ્યક્તિને કરડતા ગામમાં નાસભાગ મચી જવા પામી હતી લોકોમાં ભયનું વાતાવરણ પેદા થયું હતું હડકાયેલા કૂતરાને કારણે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થવા પામ્યું હોવાનું ગામ લોકો જણાવી રહ્યા હતા…

જાણવા મળતી માહિતી મુજબ ડભોઇ તાલુકાના ભીલાપુર ગામે હડકાયેલા કુતરા સ્વાને ગામમાં ભયનું વાતાવરણ પેદા કરવામાં આવ્યું હતું ઘર પાસે હાજર હતા શ્વાને લક્ષ્મીબેન ઉપર હુમલો કર્યો હતો. જેથી લક્ષ્મીબેને બૂમાબૂમ કરી મૂક્તા તેમનો પુત્ર સહિત અન્ય વ્યક્તિઓ મદદ અર્થે દોડી આવ્યા હતા. જેમાા પણ મદદ કરતા હોવાથી મિહિરભાઈ સતિષભાઈ રાઠવા, વિનોદ ચંદ્ર શાહ સમીરભાઈ મહેબૂબભાઈ ગરાસીયા કંચનભાઈ અશોકભાઈ વસાવા વહીદાબેન મહેબુબભાઇ ગરાસીયા આશાબેન મોહસીનભાઈ ઘાંચી અને લક્ષ્મીબેન કરસનભાઈ રોહિત 10 વ્યક્તિઓને હાથે પગે શરીરે પણ શ્વાને બચકા ભર્યા હતા. જેથી આખા ગામમાં વાયુવેગે વાત ફેલાઈ જતા ગ્રામજનો ઉમટી પડ્યા હતા. ઉપરાંત તે ફળિયામા આ શ્વાનને પગલે નાસભાગ પણ મચી જવા પામી હતી. આશરે 10 જેટલા ઈજાગ્રસ્તોને સારવાર માટે ડભોઇ તેમજ સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હડકાયેલા થયેલા સ્વાને પગલે ગામમાં ભયનું વાતાવરણ પેદા થવા પામ્યું હતું..

Related posts

શિવ ગૌરીની વ્રત આજ થી શરૂ થતાં કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે કુંવારિકાઓ ભોળાનાથ ની પૂજા અર્ચના કરવામાં આવી

admin

કલાલી તળાવમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત

admin

ચેતન બાલવાડીના વિદ્યાર્થીઓની એમ.એસ.યુ. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની શૈક્ષણિક મુલાકાત

admin

Leave a Comment