32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલી લિટલ ફ્લાવર સ્કૂલમાં વિદ્યાર્થી વચ્ચે ઝપાઝપી થઇ

વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલી લિટલ ફ્લાવર સ્કૂલમાં ધો. 9 અને 11 ની પરીક્ષાનું પેપર છુટ્યા બાદ નીચે ઉતરતી વેળાએ વિદ્યાર્થીને ધક્કો વાગ્યો હતો. ત્યાર બાદ ફરી આ ઘટનાનું પુનરાવર્તન થતા વિદ્યાર્થી વચ્ચે ઝપાઝપી થઇ હતી. આ ઘટનામાં શિક્ષકોએ વિદ્યાર્થીને સમજાવીને પરત મોકલી દીધા હતા. પરંતુ, બાદમાં એક વિદ્યાર્થીના જુથ દ્વારા બે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

વડોદરા શહેરમાં શિક્ષાના ધામમાં ફરી એક વખત વિદ્યાર્થીઓ વચ્ચે મારમારીની ઘટના બની હતી. વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટથી નવાપુરા તરફ જવાના માર્ગ ઉપર આવેલ શ્રી. એમ. કે. નાડકર્ણી હાઈસ્કૂલમાં પરીક્ષાનું પેપર આપીને છૂટતા વિદ્યાર્થીને ધક્કો વાગ્યો હતો જેમાં વિદ્યાર્થી અંદર બાખડીયા હતા જોકે સ્કૂલ પ્રશાસન દ્વારા આ વિદ્યાર્થીઓને સમજ આપી મોકલી દેવાયા હતા. પરંતુ એક વિદ્યાર્થીના જૂથ દ્વારા બે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં આ ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી અને આ મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી હતી. શાળાના શિક્ષકનું કહેવું છે કે, આ બબાલમાં એક વિદ્યાર્થીને છોડીને તમામના માતા-પિતા જોડે વાત થઇ ગઇ છે. અને તમામે પોતાની ભૂલો સ્વિકારી છે. એક વિદ્યાર્થીના ભાઇએ શાળાના શિક્ષક જોડે પણ ગેરવર્તણૂંક કરી હોવાનું શિક્ષિકાએ જણાવ્યું હતું.

Related posts

તાજીયા જુલુસો અને નરસિંહજીના વરઘોડાને લઈ પોલીસનું સુરક્ષા રિહર્સલ

admin

દુકાનને તાળું મારીને નજીકની દુકાનમાં પાણીની બોટલ લેવા ગયેલા વેપારીની દુકાનમાંથી બે ચોર રોકડા અને સીસીટીવી કેમેરા ચોરી ગયા

admin

વડોદરાના વિકાસ માટે મહાનગર પાલિકાના મ્યુ.કમિશનરે વડોદરાનું ૬૨૦૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિમાં રજુ કર્યું

admin

Leave a Comment