37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

નારાયણ સ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટીનું વિવિધ છાત્રાલયોના કુમાર કન્યાઓનું સેમિનાર યોજાયું.

બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે છોટાઉદેપુરના વિવિધ છાત્રાલયોના કુમાર કન્યાઓનું સેમિનાર યોજાયું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ મંત્રી અને મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને જિલ્લાનું નામ રોશન કરનાર કુમાર અને કન્યાઓનું મેડલ અને પુષ્પગુચ્છ આપી મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરના વિશે મુખ્ય વક્તાઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્યની સાથે પૂર્વ રેલ રાજ્યમંત્રી અને પૂર્વ રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, ભાજપના નેતા મયુરભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

નસવાડી પબ્લિક પ્રાયમરી સ્કૂલમાં ધમાકેદાર સ્પોર્ટ્સ ડેની ઉજવણી

admin

ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા ઓઝડી ગામે આર.સી.સી રોડ પાસે વળાંક ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો

admin

નસવાડી ખાતે ભાજપ પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રભાઈ ચૌહાણ દ્વારા મંડલ પરિચય બેઠક યોજાઈ

admin

Leave a Comment