વડોદરા શહેરમાં નવીન જિલ્લા કલેકટર કચેરી ખાતે મહેસુલી કર્મચારીઓએ પોતાની પડતર માગણી સંતોષવામાં નહીં આવતા કાળી પટ્ટી ધારણ કરી ફરજ અદા કરી હતી.
વડોદરા શહેરમાં ફરી એક વખત મહેસુલી કર્મચારીઓ સરકાર સામે બાયો ચડાવી છે અગાઉ સરકારમાં પોતાની પડતર માંગણીઓ પ્રશ્ન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમ છતાં પણ આજ દિન સુધી પડતર માંગણીઓ સ્વીકારવામાં આવી નથી જેને લઇને આજરોજ મહેસૂલી કર્મચારીઓએ પડતર માંગણી સંદર્ભે કાળી પટ્ટી પહેરી વિરોધ દર્શન કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં મહેસુલી કર્મચારીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા મહેસૂલી કર્મચારીઓની બદલી અંગેનો મુદ્દો છે. કારકુનથી નાયબ મામલતદાર પ્રમોશનની કાર્યવાહી કરવામાં આવતી નથી. મહત્તમ જગ્યાએ પર પ્રમોશન આપવામાં આવે અને વર્ષ 2015માં નિમણૂક પામેલા તમામ કારકુનો એકસાથે પ્રમોશન આપવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.

