વડોદરા મહાનગર પાલિકા દ્વારા વડોદરા શહેરના તમામ બ્રિજોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટચારનો આક્ષેપ સત્તાધારી પક્ષ (ભાજપ) ના મહિલા કાઉન્સિલરે બે પુરુષ કાઉન્સિલરો ઉપર આક્ષેપ કેરેલ છે. પ્રજાના પરસેવાના ટેક્ષ રૂપી રૂપિયાનો વેડફાટ કરી કરોડોનું ભ્રષ્ટચાર કરવા બદલ સ્થાયી સમિતિને બરખાસ્ત કરવા બાબત.
વડોદરા મહાનગર પાલિકા દ્વારા વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં બ્રિજનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સમા, ભાયલી, માંજલપુર, ફતેહગંજ તથા અન્ય જગ્યાએ બ્રિજનું કામકાજ ચાલુ છે અને કેટલાક નવા બ્રિજનું આયોજન ચાલુ છે. આમ તમામ બ્રિજમાં સત્તાધારી પક્ષ (ભાજપ) દ્વારા વડોદરાની જનતાના મિલ્કત વેરાના ટેક્ષના કરોડો રૂપિયાનો દુરુપયોગ કરે છે અને મોટા પાયે ભ્રષ્ટયાર આચરવામાં આવે છે, જેમાં સમાચારના માધ્યમથી જાણવા મળેલછે કે સત્તાધારી પક્ષના જ મહિલા કાઉન્સીલરનો પણ આ બાબતે બે પુરુષ કાઉન્સિલરો ઉપર કરોડોનું ભ્રષ્ટચાર થયાનો આક્ષેપ કેરેલ છે, આમ સત્તાધારી પક્ષ (ભાજપ) ના કાઉન્સીલરો અને સ્થાયી સમિતિના સભ્યો દ્વારા આ તમામ બ્રિજોના કામકાજમાં મોટાપાયે કરોડોના ભ્રષ્ટચાર માટે હાલમાં સમાચાર પત્રના માધ્યમથી જાણવા મળેલ છે.
આમ બ્રિજની બાબતે આવો કરોડો રૂપિયાનો ભ્રષ્ટયાર થતો હોય તો બીજા આવા તમામ કામોમાં પણ આવાજ કરોડો રૂપિયાના ભ્રષ્ટચાર થવાની આશંકા થાય છે. તે બાબતે આજ રોજ વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા કમિશનર શ્રી દિલીપ રાણા ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

