પારુલ ઇન્સ્ટિટ્યૂટ રાવપુરા અને વડોદરા શહેરની જૂની ગડી ખાતે આવેલી કોમી એકતાનું પ્રતીક યા હુસેન શહીદ મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા આયોજિત સર્વનિદાન મેડિકલ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો. દરગાહ કમિટીના ખાદીમ હાજી દસ્તગીરભાઈ શેખ (ભોલુ બાપુ) અને ડો. શબનમ કાદરીના સંયુક્ત ઉપક્રમે આ નિઃશુલ્ક આરોગ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પ દરમિયાન નાગરિકોને વિવિધ આરોગ્ય વિભાગોની તપાસ અને સારવારની સુવિધાઓ આપવામાં આવી હતી, જેમાં ખાસરૂપે સમાવેશ થાય છે:
- આંખની તપાસ
- સ્ત્રીરોગ વિભાગ
- આયુર્વેદિક અને પંચકર્મ તપાસ-માર્ગદર્શન
- ફિઝિઓથેરાપી અને કસરત વિભાગ
- લોહીમાં શુગરની તપાસ
- બાળકોએ માટે આરોગ્ય તપાસ
આ મેડિકલ કેમ્પમાં શહેરના જાણીતા આગેવાન મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. હુસેન ખાન પઠાણ, સાજીદભાઈ દિવાન બિલ્ડર, સામાજિક કાર્યકર ધાર્મિક સોની, પૂનમબેન સોની, નીતુબેન ખત્રી, ગોપાલભાઈ શાહ, રેખાબેન ઠાકોર, હુસેનભાઈ મુલતાની અને અમીનભાઈ સૈયદની હાજરી કેમ્પને વિશેષ ભવ્યતા આપી હતી.
કેમ્પની સફળતાને અનુરૂપ અંતમાં દરગાહ કમિટીની તરફથી ખાદીમ હાજી દસ્તગીરભાઈ શેખ (ભોલુ બાપુ)એ તમામ નાગરિકો, મહેમાનો અને સેવા આપનારા તબીબી સ્ટાફનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.

