ભારત સરકારનાં જળશક્તિ વિભાગનાં જળ સંચય અભિયાન અંતર્ગત ‘Catch the Rain” નાં અભિયાન હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા “Rain Water Harvesting” ની કામગીરીનું ખાતમુહર્ત
વડોદરા શહેરમાં ભુગર્ભજળને રીચાર્જ કરવા અને જળસ્તરને ઊંચું લાવવા અર્થે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂ.૧૦ કરોડનાં ખર્ચે આશરે ૩૦૦-૪૦૦ litre/min ની Percolating ક્ષમતા ધરાવતાં અંદાજે ૧૦૦ નંગ Deep Recharge Well તથા શહેર વિસ્તારમાં રહેણાંક વિસ્તારો/સોસાયટીઓ અને અન્ય જાહેર જગ્યાઓએ “Catch the Rain” અભિયાન અંતર્ગત રૂ.૧૦ કરોડનાં ખર્ચ હેઠળ આશરે ૪૦૦ થી પણ વધુ સ્થળોએ ૧૦ જેટલી વિવિધ ડિઝાઇન/મોડેલો (આશરે ક્ષમતા – ૧૦૦ લીટર/મિનિટ) ધરાવતાં Rain Water Harvesting ની કામગીરીનો આજે શુભારંભ થઇ રહ્યો છે.
હાલમાં ખાતમુહૂર્ત બાદ બંને કામગીરીઓ પૈકી તબક્કાવાર મશીનરી વધારી દરરોજ અંદાજે ૨૦ થી ૨૫ અલગ અલગ જગ્યાઓ પર એક સાથે કામગીરી કરવામાં આવનાર છે.
ઉક્ત બંને કામગીરીઓ હેઠળ કુલ રૂ.૨૦ કરોડના ખર્ચે અંદાજે ૫૦૦ જેટલી જગ્યાઓએ તમામ કામગીરીઓ જુન-2025 પહેલાં એટલે Pre-Monsoon ની કામગીરીનાં ભાગરૂપે પૂર્ણ કરવામાં આવશે.
સદર કામગીરીઓ માટે શહેરનાં ચારેય ઝોન વિસ્તારોમાં સ્થાનિક સભાસદશ્રીઓના સૂચનો તથા Water Logging સ્થળોની યાદી બનાવીને તે જ જગ્યાઓએ જનભાગીદારી હેઠળ તથા અન્ય ગ્રાંટ હેઠળ પણ આવરી લઇ Rain Water Harvesting કામગીરી કરવામાં આવશે, જેથી સદર જગ્યાઓએ વરસાદી પાણીનો ભરાવો થતો અટકાવી તેને ભૂગર્ભમાં રીચાર્જ કરી શકાશે. જેનાંથી વરસાદી પાણી ભરાવવાનાં પ્રશ્નનો નિકાલ તથા ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવામાં પણ મદદરૂપ થશે.

