40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
લીંબડીસુરેન્દ્રનગર જિલ્લો

નીલકંઠ વિદ્યાલય લીમડીની ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની 99.99 PR રેન્ક પ્રાપ્ત કરી પ્રથમ નંબર મેળવ્યો

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું રીઝલ્ટ 8 મે 2025 નાં રોજ જાહેર કરવામાં આવ્યું છે.
ચુડા તાલુકાનાં ભગુપુર ગામનાં સતવારા સમાજનાં વેદાંશીબેન પ્રવીણભાઈ ડાભીએ ધોરણ 10 માં ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાને ઉત્તીર્ણ થતાં ભગુપુર ગામ તેમજ નીલકંઠ લીબંડી વિદ્યાલય તેમજ ચુડા તાલુકાનું ગૌરવ વધાર્યું હતું.

નીલકંઠ વિદ્યાલય લીમડી ખાતે ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દેવાંશી ડાભીએ 600 માર્ક માંથી 592 માર્ક મેળવી 99.99 PR રેન્ક પ્રાપ્ત કરી પ્રથમ નંબર મેળવ્યો હતો.

આ વર્ષે ધોરણ 10નું પરિણામ 83.08% આવ્યું છે. મહત્ત્વનું છે કે, ધોરણ 10ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ, 2025 દરમિયાન લેવાઈ હતી. જેમાં 8,92,882 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

ગુજરાત બોર્ડ ધો.10 પરિણામમાં ફરીથી વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે.નિયમિત વિદ્યાર્થીનીઓએ 87.24 ટકા પરિણામ સાથે અવલ્લ રહી હતી.

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર 

Related posts

બ્રહ્મલીન રાજર્ષિ મુનિની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે લીંબડી શહેરમાં ભવ્ય શોભાયાત્રા

admin

છેલ્લા આંઠ વર્ષથી પેરોલ રજા પરથી ફરાર પાકા કામના કેદીને સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામેથી ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ…

admin

ચુડા પોલીસ સ્ટેશનનો વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો.

admin

Leave a Comment