અમરેલી શહેરમાં હવેલી ચોક ખાતે આવેલ વીર સાવરકર સાયકલ સ્ટોરના ગોડાઉનમાં અચાનક આગ ભભુકી ઉઠતા અફડાતફડી મચી ફાયર ટીમ એક ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રએ હાશકારો લીધો.
અમરેલી શહેરના હવેલી ચોક ખાતે આવેલ વીર સાવરકર સાયકલ સ્ટોરના ગોડાઉનમાં અચાનક આગ ભભુકી ઉઠતા અફડાતફડી મચી ગઇ ઘટનાની જાણ અમરેલી ફાયર કંટ્રોલરૂમ ખાતે કરતાં ફાયર ઓફિસર એચ.સી.ગઢવીના માર્ગદર્શન હેઠળ અમરેલી ફાયર ઈમરજન્સી ટીમ એક ફાયર ટેન્ડર સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રએ હાશકારો લીધો છે ત્યારે ફાયર સ્ટાફના હિંમતભાઈ બાંભણિયા,આનંદભાઈ જાની, પ્રવીણભાઈ ચૌહાણ, ઋત્વિક ભાઈ ભીમાણી,અનિલભાઈ દાફડા , સાગરભાઇ પુરોહિત , કરનદાન ગઢવી ,કૃષ્ણભાઈ ઓળકિયા, હર્ષભાઈ ચાવડા સહિત ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું ..

