શિવ બંગ્લોઝ અને કૃષ્ણ કુંજ સોસાયટીની વચ્ચે પસાર થતી વરસાદી કાસ બનાવેલ હોય જે કાંસ આગળ જઈને પ્રમુખ પ્રિય સોસાયટી મહાલક્ષ્મી સોસાયટી તેમજ બાલાજી આરકેટ માંથી પસાર થઈ આગળ વિશ્વામિત્રી નદી કાંસ નું પાણી જાય છે જ્યારે વડોદરા માં પાંચ થી સાત ઇંચ વરસાદ પડે છે ત્યારે સોસાયટીઓના ઘરોમાં લગભગ બે થી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે જેથી રહેવાસીઓના માલમિલકત તેમજ વાહનને નુકસાન પહોંચે છે અગાઉ પણ આ બાબતે રહેવાસીઓ દ્વારા પાલિકાને જાણ કરવામાં આવી હતી પરંતુ કામગીરી કરવામાં ન આવતા આજરોજ પાલિકા ખાતે આવેદન આપવામાં આવ્યુ.

