આલેખન વર્તુળ ગાંધીનગરની ટીમ સૂચના – જેતપુરપાવી સુખી ડેમ બ્રિજની તાત્કાલિક મરામત કરવામાં આવે
તાજેતરમાં ગંભીરા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશો હેઠળ તકેદારીના ભાગરૂપે
તમામ જિલ્લાઓમાં આલેખન વર્તુળ ગાંધીનગરની ટીમ દ્ર્રારા બ્રિજોની ચકાસણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હાલ છોટાઉદેપુર જિલ્લાના 11જેટલા નાના મોટા બ્રિજોની માર્ગ અને મકાન વિભાગ આલેખન વર્તુળ ગાંધીનગર ટીમ દ્ર્રારા ચકાસણી કરવામાં આવી હતી.
આલેખન વર્તુળ ગાંધીનગરની ટીમે નેશનલ હાઇ વે ૫૬ પર આવેલા નાના મોટા ૭ બ્રિજોની ચકાસણી કરી હતી. એની, ઓરસંગ, ઝારવા, વાસવા, દેહવાંટ,શોકતા, ફેરકુવા બ્રિજનુ તેમણે ઝીણવટ ભર્યું નિરિક્ષણ કર્યુ હતું. માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ના સંખેડા – બહાદરપુર ઓરસંગ બ્રિજ અને રતનપુર ઓરસંગ બ્રિજનુ નિરિક્ષણ કર્યુ હતું. માર્ગ અને મકાન વિભાગ પંચાયતના જેતપુરપાવી સુખી ડેમ ભારજ બ્રિજ અને દેવહાંટ-કઠિવાડા બ્રિજનુ નિરિક્ષણ કર્યુ હતું.
તમામ બ્રિજના નિરિક્ષણ બાદ ટીમે નેશનલ હાઇ વેના તમામ ૭ બ્રિજ વાહનવ્યવહાર માટે સુરક્ષિત જણાવ્યા હતા.
માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના સંખેડા – બહાદરપુર ઓરસંગ બ્રિજ વેલ ફાઉન્ડેશન સ્ટ્રક્ચર વર્તમાન પરિસ્થિતિ જોતા ભારે વરસાદની પરિસ્થિતિમાં બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કરવા સૂચના આપી હતી. રતનપુર ઓરસંગ બ્રિજ પાઇલ ફાઉન્ડેશનનુ ધોવાણ થતુ હોવાથી ચોમાસાની ઋતુમાં સતત બ્રિજનુ મોનીટરીંગ કરવા અને જરૂર જણાય તો વાહનવ્યવહાર બંધ કરવા સૂચના આપી હતી. આ સમયે સંખેડા ખાતે બોડેલી પ્રાંત અધિકારીશ્રી ભૂમિકાબહેન ઉપસ્થિત રહ્યા હતા.
માર્ગ અને મકાન વિભાગ પંચાયતના જેતપુરપાવી સુખી ડેમ બ્રિજ ભારજની તાત્કાલિક મરામત કરવા સૂચના આપી હતી.
આ સમયે ટીમ સાથે નેશનલ હાઈ વે કાર્યપાલક ઇજનેર પ્રતિક સોની,માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઈજનેર એન એમ રાઠવા અને બોડેલી માર્ગ અને મકાન પેટા વિભાગ સ્ટેટ ના નાયબ કાર્યપાલક ઇજનેર
કે. એલ. અડસમગ્ર નિરિક્ષણ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આજે છોટાઉદેપુર જિલ્લામાં આવેલા બ્રિજના સ્ટ્રક્ચરની તપાસણી હાથ ધરવામાં હતી.

