31.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
September 21, 2024
ગુજરાતપંચમહાલ જિલ્લો

પંચમહાલ જિલ્લાના જુદા જુદા ૬ તાલુકામાંથી જિલ્લા પુરવઠા અને મામલતદારોની ટીમે ગેરકાયદેસર ઉપયોગ થતા ૧૫૨ જેટલાં ગેસ સિલિન્ડરો પકડયા.

મોરવાહડપથી ૩૮, શહેરાથી ૩૨, હાલોલથી ૨૫, કાલોલ ૧૫,ઘોઘંબાથી ૧૫,જાંબુઘોડા થી ૨ ગોધરા ગ્રામ્ય વિસ્તારમાંથી ૨૫ ટોટલ ૧૫૨ સિલિન્ડર મળી ૪,૮૭,૪૭૪નો મુદ્દામાલ પકડી પાડ્યો..

પંચમહાલ જિલ્લાના મોરવા(હ), શહેરા ,હાલોલ, કાલોલ , ગોધરા ગ્રામ્ય તેમજ ઘોઘંબા તાલુકામાં આવેલ હોટેલ, રેસ્ટોરાં,ફરસાણ તેમજ ચા-નાસ્તાની લારીઓના વેપારીઓ ઘ્વારા ઘરેલું રાંઘણગેસના બોટલોનો અનઅઘિકૃત તથા ગેરકાયદેસર વાણિજિયક ઉ૫યોગ કરતા હોવાનું માલુમ પડતા આજ તા.૧૧/૦૬/૨૦૨૪ ના રોજ જિલ્લા પુરવઠા અઘિકારી, પંચમહાલ ગોઘરા તથા જિલ્લા પુરવઠાની ટીમ તેમજ મોરવા(હ), શહેરા, હાલોલ ,કાલોલ, ગોધરા ગ્રામ્ય , ઘોઘંબા તેમજ જાંબુઘોડાથી તાલુકામાં મામલતદારઓ તથા તેઓની ટીમ ઘ્વારા સંયુકત ટીમ દ્વારા આશરે ૨૦૦ થી વધુ સ્થળે આકસ્મિક તપાસ હાથ ઘરતા હોટેલ , રેસ્ટોરાં, ફરસાણ તેમજ ચા-નાસ્તાની લારીઓના વેપારીઓ ઘ્વારા મોરવા હડફ તાલુકામાંથી-38, શહેરા તાલુકામાંથી -32 તેમજ હાલોલ તાલુકામાંથી-25 , ગોધરા ગ્રામ્ય માથી -25, કાલોલ તાલુકામાં -15, ઘોઘંબા તાલુકામાં 15 તથા જાંબુઘોડા તાલુકામાં -02 સિલિન્ડર આમ કુલ મળી પંચમહાલ જિલ્લામાંથી કુલ 152 ગેસ સિલિન્ડર અનઅઘિકૃત ઉપયોગ થતા જપ્ત કરવામાં આવેલ છે. તે પૈકી કોમર્શિયલ ગેસ સિલિન્ડર કુલ -25 સિલિન્ડર જેની બજાર કિંમત રૂપિયા – 104425/- તેમજ ઘરેલું રાંઘણગેસના કુલ -127 સિલીન્ડર જેની બજાર કિંમત રૂપિયા- 383349/- ભરેલા ખાલી આમ ગેસના ધરેલું રાંધણગેસ તેમજ કોમર્શિયલ – ગેસના અનધિકૃત ઉપયોગ કરતાં ૧૫૩ ગેસ સિલિન્ડર કે જેની બજાર કિંમત રૂપિયા 487774/- થતી હતી પ્રવાહી પેટ્રોલીયમ ગેસ જે પુરવઠા અને વિતરણ નિયમન હુકમ-૨૦૦૦ ની કંડિકા ૩(૧)(ગ)ની જોગવાઈ મુજબ ૧૪.૨ કિગ્રાના ગેસ સિલિન્ડર ઘરવપરાશ માટે ઉપયોગમાં લઈ શકાય છે

તેમ છતાં વેપારીઓએ ધરેલું રાંધણગેસના બોટલો અનઅધિકૃત રીતે વાણિજ્ય ઉપયોગ કરતા હોવાનું જણાતા પ્રવાહી પેટ્રોલીયમ ગેસ પુરવઠા અને વિતરણ નિયમન હુકમ-૨૦૦૦ ની કંડિકા-૧૩ સત્તાની રૂએ તમામ બોટલો સીઝ કરી વપરાશકારો સામે આગળની નિયમાનુસારની કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી.

Related posts

ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા સુખરામ રાઠવા સામે ધરપકડ વોરંટ ઇશ્યૂ

admin

દંતેશ્વર ગામમાં દેશી અને વિદેશી દારૂ કાયમી ધોરણે બંધ કરવવા બાબતે સ્થાનિક રહીશોએ પોલીસ ભવન ખાતે આવેદનપત્ર આપ્યું.

admin

છોટાઉદેપુરમાં ધોળા દિવસે થયેલ લુટના આરોપીઓને ગણતરીના કલાકો માંજ પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

admin

Leave a Comment