30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગુજરાતરાજકારણ

ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા સુખરામ રાઠવા સામે ધરપકડ વોરંટ ઇશ્યૂ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કોંગ્રેસના ચાર નેતાઓ સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે અન્વયે વારંવાર કોર્ટનું સમંસ ટાડતા કોંગ્રેસના નેતાઓ સામે કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યું છે. વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી તરીકે જવાબનું નિર્વહન કરી રહ્યા હતા તે દરમિયાન સહારાની જમીનો હેતુફેર કરીને 500 કરોડ રૂપિયાની ગોવાચારી થઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. જેના આધારે વિજય રૂપાણી દ્વારા વિરોધ પક્ષ તત્કાલીન વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહીત કોંગ્રેસના ચાર નેતાની સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી. જેના આધારે કોર્ટ દ્વારા વારંવાર સમંસ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. તેમ છતાં પણ આરોપીઓ કોર્ટમાં હાજર નહીં રહેતા આજ રોજ તમામ સમક્ષ કોર્ટ દ્રારા વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. જો કે આજે આદિવાસી વિસ્તારમાં આદિવાસી દિવસની ઉજવણી અત્યાંત ઉત્સાહભેર વાતાવરણમાં યોજાય રહી છે.ત્યારે છોટા ઉદેપુરના મજબૂત આદિવાસી નેતા સુખરામ રાઠવા સામે ધરપકડનું વોરન્ટ નીકળ્યું છે.

રિપોર્ટર : વિમલ રાઠવા, જેતપુર પાવી

Related posts

સગીર વયની બાળકીના લવ જેહાદના મામલે હિન્દુ સંગઠનો મેદાનમાં આવ્યા

admin

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો

admin

ભાદરવી મહામેળો પૂર્ણ થયા બાદ અંબાજી એસટી ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો. ડ્રાઇવર,કંડકટર સહિત તમામ એસટીના કર્મચારીઓની સ્વાસ્થ્યની ચકાસણી કરાઈ.

admin

Leave a Comment