છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સુચના મુજબ છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાટમીના આધારે છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તાર જેવા કે બુમડી, ફેરકૂવા, દમોલી, જામલા, ખડકલા, બામરોલી, નાખલપુરા, કેવડી જેવા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરીને બિનઅધિકૃત સાદી રેતીનું વહન અને ખનન કરતા ચાર ટ્રેક્ટર, પાંચ જેટલી ટ્રક અને ચાર મશીન મળી કુલ 13 જેટલા વાહનોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ખાન ખનીજ વિભાગે આશરે બે કરોડનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ખાન ખનીજ વિભાગની કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

