વડોદરામાં ભક્તિભાવ પૂર્વક નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે,માઇમંદિરોમાં વિશેષ પૂજા અર્ચના સાથે માતાજીની આરાધના કરવામાં આવે છે ત્યારે વડોદરા નજીક શેરખી ગામમાં પ.પૂ.ગાયત્રી ઉપાશક હર્ષદ બાપાની પ્રેરણાથી દરવર્ષની જેમ આ વર્ષે પણ 1100 અખંડ દિવા પ્રજ્વલિત કરી માતાજીની અનોખી ભક્તિ કરવામાં આવી છે,નવરાત્રીના નવ દિવસ સુધી આ 1100 અખંડ દીપ પ્રજવલિત રહેશે.આ 1100 દીવાઓમાં 1200 કિલો શુધ્ધ ગાયનું ઘી વપરાય છે,સાથે જ પ્રજવલિત દીપની દેખરેખ માટે 24 કલાક સુધી બ્રાહ્મણોં પવિત્રતા સાથે ખડેપગે રહે છે.

