40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

નેત્રંગમાં દુષ્કર્મનો ભોગ બનનાર બાળકીનું એસ.એસ.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મો-ત

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં 10 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું.રૂપઘાટ ગામના યુવાને દુષ્કર્મ કર્યું હતું.રસ્તા પર બાળકી મળતા ગામ તરફ છોડી દેવા કહ્યું હતું.રસ્તામાં ખેતરમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું.બાળકીએ સમગ્ર હકીકત કાકીને બતાવી હતી.બાળકીને ખુબ જ તકલીફ હોવાથી રાજપીપળાના હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.વધુ સારવાર અર્થે એસ. એસ. જી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.આજે સારવાર દરમિયાન આખરે બાળકી જંગ હારી ગઈ હતી.પરિવાર દ્વારા આરોપી ને કડક સજાની માંગ કરવામાં આવી હતી.પરિવારનું નિવેદન બતાવે છે આદિવાસી વિસ્તારની વાસ્તવિક હકીકત શુ છે.ધોરણ 7માં અભ્યાસ કરતી દીકરી પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.12 દિવસ સુધી અમે રઝડતા રહ્યા હોવાનું પરિજનોએ જણાવ્યું હતું.પોલીસે અમને સહકાર આપ્યો હોત તો દીકરી જીવતી હોત, નેત્રંગ પોલીસ ના જમાદારે કહ્યું ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી સિવિલ માં સારવાર નહિ થાય.દીકરી તો સહી સલામત છે કશું થયુ નથી તેમ કહ્યું હતું.જેની સાથે દુષ્કર્મ થયું તે જ જાણે છે.રાજપીપળા ની હોસ્પિટલ માં 5 દિવસ બાદ દીકરીને સારવાર મળી હતી.એ પણ યોગ્ય સારવાર ન મળતા પરિવાર એસ.એસ.જીમાં લાવ્યા હતા.આખરે બાળકી જિંદગી સામે જંગ હારી ગઈ હતી.

Related posts

આસો સુદ નવરાત્રીના પ્રારંભે શહેરના એમ.જી.રોડ સ્થિત અંબા માતાના મંદિરે વહેલી સવારથી શ્રધ્ધાળુઓ દર્શને ઉમટ્યા

admin

“સાહેબ જેલ ભેજ દો… પોલીસ બહુત મારતી હૈં…” આટલું કહેતા જ વકીલોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યાં

admin

સરકાર અઝીમે મિલાદ સૈયદ મોઇનુદ્દીન બાવાનું નિધન

admin

Leave a Comment