32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ફ્રીઝમાં શોર્ટ સર્કિટથી આગ ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબૂ મેળવતાં હાશકારો

ડભોઈ ખાતે નાના કુંભાર વાગામાં મકાનના ફ્રીઝમાં શોર્ટ સર્કિટથી આગ ડભોઈ પાલિકાના ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબૂ મેળવતાં હાશકારો

ડભોઈ નાના કુંભાર વાગા વિસ્તારમાં એક મકાનનાં ફ્રીઝમાં અચાનક સોટ સર્કિટ થતા મોટી દુર્ઘટના થતી ટળી હતી. સ્થાનિક લોકોની આગમ ચેતીને પગલે માત્ર ફ્રીઝ બળીને ખાક થઈ જવા પામ્યું હતું. આગ વિક્રાટ બને તે પહેલા જ ડભોઈ નગરપાલિકા ફાયરની ટીમ દ્વારા ફ્રીઝમાં લાગેલ આગ ઉપર કાબુ મેળવી લેતા મકાન માલિકે હાશકારો મેળવ્યો હતો. જોકે મકાન માલિકને આશરે 25000 જેટલું નુકશાન થવા પામ્યું હતું.

ડભોઈ નાના કુંભાર વાગા વિસ્તારમાં રહેતા અશોકભાઈ ડાહ્યાભાઈ પ્રજાપતિનાં મકાનમાં રસોડામાં મુકેલ ફ્રીઝમાં અચાનક સોટ સર્કિટ થતા આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે સમગ્ર ઘટનાને લઈ સ્થાનિકો દોડી
આવ્યા હતા અને ડભોઈ નગરપાલિકા ફાયર ટીમને જાણ કરતા ગણતરીની મિનિટોમાં ફ્રીઝમાં લાગેલ આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો. સમગ્ર ઘટનામાં ફ્રીઝ બળીને ખાક થયું હતું. જ્યારે મોટું કોઈ નુકસાન નાં થતા મકાન માલિકે હાશકારો મેળવ્યો હતો. સમય સૂચકતાને સાવધાની પગલે મોટી દુર્ઘટના થતી ટળી હતી.

Related posts

વડોદરા શહેરમાં વોર્ડ 14ની ઓફિસથી 100 મીટર દૂર જાહેર રસ્તા પર ગેરકાયદેસર દબાણ

admin

વડોદરા શહેરના વોર્ડ નંબર ૩ના ભાજપના પીઢ પરાક્રમ સિંહ જાડેજા નગર સેવકએ ચૂંટણી ન લડવાની કરી જાહેરાત

admin

વર્ષોની પરંપરા મુજબ તુલસી વિવાહ પહેલા માંડવી સ્થિત આવેલ મહાલક્ષ્મી મંદિર ખાતે પીઠી વિધિ યોજાઈ.

admin

Leave a Comment