એકાદશીના દિવસે મહાલક્ષ્મી મંદિર ખાતે પીઠિ યોજવાનો કાર્યક્રમ યોજાયો.
મોટી સંખ્યામાં મહાલક્ષ્મી માતાને પીઠી લગાવવા માટે બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા શહેરના માંડવી રોડ ખાતે વર્ષોપુરાનું મહાલક્ષ્મી માતાનું મંદિર આવેલ છે.
લક મહાલક્ષ્મી માતાને પીઠી લગાવ્યા બાદ આ પીઠી ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવે છે.
જે પણ લોકોના પુત્ર તેમજ પુત્રીના લગ્ન ન થતા હોય તો આ માતાજીની પીઠી લગાવ્યા બાદ તેમના લગ્ન પણ થઈ જાય છે એવી લોકમાન્યતા છે.
માતાજીની પીઠી લગાવ્યા બાદ લગ્ન થઈ ગયા બાદ મહાલક્ષ્મી માતાના દર્શન કરવા માટે પણ લોકો આવતા હોય છે.

