Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

છોટાઉદેપર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સિહોદ પુલ ધરાશય થતા અનોખો વિરોધ

છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકા ના સીહોદ ગમે નેશનલ હાઇવે નંબર ૫૬ પર પહેલા તો પુલ બેસી ગયો. ત્યાર બાદ જનતા ડાયવઝન બનાવવામાં આવ્યું હતું. પરંતુ અગાઉ સમગ્ર રાજ્યમાં પડેલ વરસાદના લીધી ડાયવઝન ધોવાય ગયું હતું. ત્યાર બાદ બેસી ગયેલ પુલ પણ તૂટી ગયો હતો.
જેના પરીણામ રૂપે લોકોને જેતપુર પાવીથી બોડેલી જવા માટે લાંબો ફેરો ફરીને જવાની ફરજ પડી છે. જેના વિરોધમાં રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. જેના ભાગ રૂપે થોડા દિવસ પેલા જ કોંગ્રેસ દ્રારા પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઇ રાઠવાના નેતુત્વમાં સહી ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ જ રોજ આમ આદમી પાર્ટી દ્રારા રાધિકાબેન રાઠવાના નેતૃત્વમાં અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં આજ રોજ આમ આદમી પાર્ટી કાર્યકરો સ્થાનિક લોકો સાથે મળીને સીહોદ ઉપર ભેગા થયા હતા અને જેમ હિન્દૂ ધર્મમાં માણસના મુત્યુ થયાબાદ જે રીતે બારમા – તેરમાંની વિધિ આવે છે તેવી જ રીતે સીહોદ પુલ ની પણ વિધિ કરવામાં આવી. જેના ભાગ રૂપે બ્રિજના ફોટા પર ફુલહાર ચઢાવી, ભજન તથા રામ ધૂન ગાયને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

13 દિવસ અગાઉ ભારજ નદીમાં પાણી આવતા બ્રિજ થયો હતો ધરાશય

Related posts

છોટાઉદેપુર જિલ્લા ભાજપના નવા પ્રમુખ ના નામ માટે 60 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી.

admin

ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા “માતૃભાષા દિવસની” ઉજવણી કરવામાં આવી.

admin

કરાલી પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

admin

Leave a Comment