વડોદરા મહાનગર પાલિકામાં કામ કરતા કર્મચારીઓના પડતર પ્રશ્નોની અનેકવિધ રજૂઆતો પછી પણ નિરાકરણ ન આવતા આજરોજ કર્મચારી સંગઠનના આગેવાન અશ્વિન સોલંકીની આગેવાનીમાં અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યા હતો.અશ્વિન સોલંકીની આગેવાનીમાં કર્મચારીઓએ ડો.બાબા સાહેબ આંબેડકરના મુખાચિદ્ર લગાવી કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી,સાથે જે કર્મચારી કાયમી છે તેના પડતર પ્રશ્નોનું પણ નિરાકરણ આવે તેવી માંગ કરી હતી.

