Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મહેદવીયા હાઇસ્કૂલ ખાતે શિયાળુ રમતોત્સવ ઉજવાયો

વિદ્યાર્થી જીવન અને તેમાં પણ ખાસ કરીને કિશોરાવસ્થામાં વિદ્યાર્થીઓ માટે રમતોનું વિશેષ મહત્વ હોય છે.જીવનના વિવિધ સંઘર્ષોમાં ખેલદિલીની ભાવના વિકસે અને શરીર મજબૂત થાય, સ્ફૂર્તિ આવે અને તેના થકી અભ્યાસમાં મન લાગે આવા બહુવિધ હેતુઓને ધ્યાનમાં લઇ મહેદવીયા તાલીમી સોસાયટી ડભોઈ સંચાલિત મહેદવીયા સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે દર વર્ષે શિયાળુ રમતોત્સવનું આયોજન થતું હોય છે,તેના ભાગ રૂપે ચાલુ શૈક્ષણિક વર્ષમાં પણ શાળા દ્વારા બીજી અને ત્રીજી જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ શિયાળુ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું.
શાળાના પીટી ટીચર રજ્જબભાઈના માર્ગદર્શન હેઠળ ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ સંગીત ખુરશી, ખોખો, કોથડા દોડ,સ્લો સાઇકલ, રસ્સા ખેંચ,લીંબુ ચમચી અને ક્રિકેટ જેવી બહુવિધ રમતોમાં ભાગ લીધો વિવિધ રમતોમાં અંદાજિત ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ રમતોત્સવમાં ભાગ લઈ પોતાની સક્રિયતા દાખવી.શાળાના તમામ શિક્ષકોની રમતવાઇઝ ટીમ બનાવી વિવિધ રમતોની દેખરેખ રાખી. શાળાના તમામ શિક્ષકો, આચાર્ય શ્રી, અને શાળા સંચાલક મંડળના પ્રમુખ જનાબ ઇબ્રાહિમ મહુડાવાલા,મંત્રી જનાબ શબ્બીરભાઈ દૂર્વેશ,ઉપપ્રમુખ જનાબ મકબૂલભાઈ બાબુજીવાલા, સહમંત્રી જનાબ હુસેનભાઇ પચ્ચીગર તેમજ ખજાનચી અને ડભોઈ નગરપાલિકા સદસ્ય જનાબ નુરમોહમ્મદ મહુડાવાલા વગેરેએ તમામ વિદ્યાર્થીઓ અને આયોજનકર્તા તમામ સ્ટાફને અભિનંદન પાઠવ્યા.

Related posts

રેલવે ટ્રેનોમાં મુસાફરોને નિશાન બનાવી મોબાઈલ ફોન ચોરી કરતાં ચોરને વડોદરા પશ્ચિમ રેલ્વેની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડ્યો

admin

ડભોઈ વિધાનસભા માં “સુવિધા પથ યોજના ” અંતર્ગત 2.44 કરોડ ના કામોને મંજૂરી

admin

મોદીને નિહાળવા માનવ મહેરામણ ઉમટ્યુ

admin

Leave a Comment