Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નર્મદા કેનાલના ગેટ પાસે નર્મદા ગેટની દેખરેખ માટે પગી કર્મચારીની ઓરડીયો હાલ ઉપયોગમાં લેવાતી નથી

ડભોઇ તાલુકામાં ઠેરઠેર પાસે નર્મદા કેનાલના ગેટ પાસે નર્મદા ગેટની દેખરેખ માટે પગી કર્મચારી રાખવામાં આવતા હોય તેમને રહેવા માટે ઓરડીયો બનાવવામાં આવી છે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી ઓરડીયો હાલ ઉપયોગમાં લેવાતી નથી જેને કારણે અંદર જાડી જાખડા અને જર્જરીત થઈ ચૂકી છે બનાયા બાદ તેનો કોઈ ઉપયોગ કરવામાં આવતો પરંતુ લોક મુખૅ જાણવા મળતી માહિતી મુજબ આ ઓરડીયો સુમસામ વિસ્તારમાં આવેલી હોય જેનો લાભ અસામાજિક તત્વો ઉઠાવી રહ્યા છે જેમાં જુગાર દારૂની મેહફીલો અને પ્રેમીઓ માટેનું મથક બની ચૂક્યા છે…?? જેને લઈને ક્યાં રહેતા પગી ઉપયોગ કરી શકતા નથી…
જાણવામાં આવ્યા મુજબ ડભોઇ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનલ ના 10 થી 12 ગેટ બનાવવામાં આવ્યા છે જેની દેખરેખ માટે નર્મદા નિગમ દ્વારા પગી કર્મચારી માટે ઠેરઠેર પાક્કા રૂમ ઓરડી ઓ બનાવવામાં આવી છે તેનો કોઈ ઉપયોગ થતો નથી આ ઓરડીયો નો અસામાજિક તત્વો તથા પ્રેમી પંખીડાઓ ઉપયોગ કરી રહ્યા છે…? હાલ તો સરકારના પૈસા કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા હોય એવું લાગી રહ્યું છે જ્યારથી નર્મદા નિગમ બનાવેલી ઓરડીયો શોભાના ગાંઠિયા સમાન હાલ તો જોવાઈ રહી છે દરેક જગ્યાએ પગી રાખવામાં આવ્યા છે પગી ઓરડીયો નો ઉપયોગ કરતા નથી અને ભાડે રાખીને રહેતા હોય છે બનાવવાનું કારણ એક જ કે નજીકમાં હોય તો ગેટ પાસે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તાત્કાલિક તેનું નિવારણ લાવી શકાય પણ આ ઓરડીયો માં હાલ કોઈ પગી રહેતા નથી બિનઉપયોગો બની ગઈ છે નું જાણવા મળે છે…

Related posts

નસવાડીમાં સબ રજીસ્ટાર કચેરીમાં અઠવાડિયામાં બે દિવસ અધિકારી આવતા હોવા છતાંય સોમવારના રોજ બપોર સુધી અધિકારી ના આવતા દસ્તાવેજ કરવા માટે આવેલા લોકો હેરાન થયા

admin

વિશ્વ યોગ દિવસ નિમિતે નવલખીમાં વહેલી સવારે એક સાથે ૧૦ હજાર લોકો યોગ કર્યા…

admin

બહેન સાથેના પ્રેમસંબંધોથી રોષે ભરાયેલા ભાઈએ મિત્રોની મદદથી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

admin

Leave a Comment