Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રેલવે ટ્રેનોમાં મુસાફરોને નિશાન બનાવી મોબાઈલ ફોન ચોરી કરતાં ચોરને વડોદરા પશ્ચિમ રેલ્વેની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડ્યો

રેલવે ટ્રેનોમાં મુસાફરી કરતાં મુસાફરોને નિશાન બનાવી મોબાઈલ ફોન ચોરી કરતાં મોબાઈલ ફોન ચોરને વડોદરા પશ્ચિમ રેલ્વેની લોકલ ક્રાઇમ બ્રાન્ચ રૂપિયા 1.23 લાખ નો મુદ્દામાલ સાથે ઝડપી.પાડ્યો ..

લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા. ચોરીના ગુનાઓ બનતા અટકાવવા વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં શકદાર ઈસમોની વૉચ કરતાં હાજર હતાં. તે દરમિયાન બાતમી ના આધારે રેલવે એલ.સી.બી.સ્ટાફના કર્મચારીઓ એક ઈસમ જેનું નામ સોયબખાન અયુબખાન પઠાણ અટકાયત કરી તેની પૂછપરછ કરવામાં આવી હતી પૂછપરછ દરમિયાન આરોપીએ કબુલાતકરી કે રેલવે ટ્રેનોમાં મુસાફરી કરતાં પેસેન્જરોની ઉંઘની તકનો લાભ લઈ તેઓની પાસે ચાર્જીંગમાં તેમજ ખીસ્સા.માં રાખેલ મોબાઈલ ફોનની ચોરીની કબુલાત કરતા તેની ધરપકડ કરી તેની પાસેથી 8 મોબાઇલ ફોન કિંમત રૂપિયા 1.23 લાખનો મુદ્દામાલ
લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા દ્વારા કબજે કરી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપી અને મુદ્દા માલ વડોદરા રેલવે પોલીસે સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો હતો

Related posts

વડોદરામાં રોગચાળાને ધ્યાનમાં રાખી માંજલપુર વિસ્તારમાં પાણીપુરી બનાવવાના સ્થળે આરોગ્ય ખાતાનું ચેકિંગ

admin

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ₹150ની બાબતને લઈ યુવક પર જીવલેણ હુમલાનો આક્ષેપ

admin

સ્થાયી બેઠકમાં વાર્ષિક ઇજારાના વધુચાર કામો ઉમેરવામાં આવ્યા 24 પૈકી 20 કામો મંજુર, 4 કામો મુલતવી કરાયા 

admin

Leave a Comment