33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ખિસકોલી સર્કલ નજીક રોડ ક્રોસ કરતી મહિલાને ટ્રક ચાલકે કચડી નાખતા મો-ત

વડોદરા શહેરના ખિસકોલી સર્કલ નજીક રોડ ક્રોસ કરતી મહિલાને ટ્રક ચાલકે કચડી નાખતા મોત થયું હતું. જ્યારે અન્ય એક અકસ્માતના કેસમાં કોલેજની વિદ્યાર્થિની ડિવાઇડર સાથે અથડાતા ગંભીર ઇજા થતા મોત થયું હતું.

સંતોષીનગર વુડાના મકાનમાં રહેતા ૩૨ વર્ષના કોમલબેન કલ્પેશકુમાર જેઠવા ( ઉં.વ.૩૨) ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આજે સાંજ તેઓ નોકરીથી છૂટીને ચાલતા ઘરે જઇ રહ્યા હતા. ખિસકોલી સર્કલ પાસે તેઓ રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન એક ટ્રક ચાલકે તેઓને ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઇને પડયા હતા. તેઓને માથા તથા પગ પર ગંભીર ઇજા પહોંચી હતી. ટ્રક ચાલક જ તેઓને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ ગયો હતો. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું. ઘટના સ્થળે હાજર કોમલબેનના પાડોશીએ અકસ્માત અંગે તેમના પતિને જાણ કરતા તેઓ હોસ્પિટલ દોડી ગયા હતા. અટલાદરા પોલીસે ટ્રકચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, ગોત્રી એસ.ટી. કોલોની પાસે ભાર્ગવ સોસાયટીમાં રહેતી ૨૦ વર્ષની નેત્રા હિમાંશુભાઇ વ્યાસ ભાયલી ખાતે ખાનગી યુનિવર્સિટીમાં બી.બી.એ.માં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આજે બપોરે તે ટુ વ્હિલર લઇને યુનિવર્સિટી જવા નીકળી હતી. બપોરે દોઢ વાગ્યે તે ભાયલી જતા રોડ પરથી જઇ રહી હતી. તે દરમિયાન સ્ટિયરિંગ પર કાબૂ નહીં રહેતા તેનું મોપેડ ડિવાઇડર સાથે અથડાયું હતું. નેત્રાને માથામાં ગંભીર ઇજા થતા તેને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ, તેનું મોત થયું હતું. પોલીસે મૃતક સામે જ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ચિન્મય મિશન વડોદરા દ્વારા આગામી રવિવારે ૫૪ કુંડી હનુમાન ચાલીસા મહાયજ્ઞનું ભવ્ય આયોજન

admin

વિમલેશ્વર તળાવમાં ગટરનું પાણી ઠાલવાતા ભારે રોષ, AI વીડિયો અને બેનરથી વિરોધ

admin

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજી રોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ નો કાર્યક્રમ કરવામાં આવ્યો

admin

Leave a Comment