37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સોમા તળાવ વિસ્તારમાં ડમ્પર ફરી વળતા યુવકનું મોત

વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં આવેલી એસએસવી શાળા પાસે ગતરાત્રે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બાળકનું મોત નિપજ્યું છે. આ ઘટનામાં મૃતક વડોદરા ટ્રાફીક પોલીસ માં કામ કરતા હેડ કોન્સ્ટેબલનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં ડમ્પર ચાલકે 30 ફૂટ જેટલી બાઇક ઢસડી હતી.

શહેરમાં બેફામ સાંઢ જેવા માતેલા ડમ્પર ચાલકો ને ક્યારે પોલીસ દ્વારા લગામ લાગશે…
કપુરાઇ પોલીસ મથકમાં ખુલજીભાઇ ગજુભાઇ રાઠવાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ શહેર ટ્રાફિક પોલીસ શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમના સંતાનમાં નિખીલ અને જયંત, બે પુત્રો છે. ગતરાત્રે 9 વાગ્યે તેઓ નોકરી પરથી પરત આવ્યા હતા. બાદમાં પરિજનને ત્યાં મરણ પ્રસંગ હોવાના કારણે તેઓ ત્યાં ગયા હતા. દરમિયાન તેમના પત્નીના મોબાઇલ પર ફોન આવ્યો અને જણાવ્યું કે, પુત્ર જયંતનો એસએસવી સ્કુલની પાસે અકસ્માત થયો છે. બાદમાં તેઓ તુરંત ઘટના સ્થળે દોડીને પહોંચ્યા હતા.ત્યાં જઇને જોતા ટોળું એકત્ર થઇ ગયું હતું. અને તેમને પુત્ર જયંત રસ્તા પર ઉંધા મોઢે પડ્યો હતો. તેના શરીરનો કેટલોક ભાગ ફાડીને બહાર નીકળી આવ્યો હતો. તેની પાસે એક ડમ્પર ઉભુ હતું. ડમ્પરના આગળના ભાગે બાઇક ફસાયેલું હતું. સ્થાનિકો પાસેથી તેમણે જાણ્યું કે, ડમ્પર ચાલકે અડફેટમાં લેતા બાઇક આગળના ભાગે ફસાયું હતું. છતાં ચાલકે ડમ્પર ઉભુ રાખ્યું ન્હતું. અને બાઇકને 30 ફુટ દુર ઘસડી હતી. ડમ્પર ચાલક દારૂ પીધેલો હતો. આ ઘટનામાં કાર્તિક મહેન્દ્રભાઇ શર્માને પણ ઇજાઓ

Related posts

પૌવાવાલાની ગલી ની બહાર જર્જરિત ઇમારતને કોર્પોરેશનની નોટિસ બાદ છેલ્લા કેટલાય વર્ષોથી બંધ થયેલી દુકાન ખુલતા વિવાદ…

admin

શ્રી રામ વ્યાયામ શાળા અને લક્ષ્મી નગર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

admin

વડોદરાના ચક્લી સર્કલ ખાતે કાર બેકાબુ બનતા અકસ્માત

admin

Leave a Comment