43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

૯૦ વર્ષીય માતાની અંતિમ ઇચ્છા પૂરી કરવા આખો પરિવાર નર્મદા પરિક્રમાએ નીકળ્યો

ડભોઇ તાલુકાના કરનાળીના મા રેવા આશ્રમેપરિવારોમાં વૃધ્ધોની અવગણના અને અપમાનજનક માહોલ વચ્ચે૯૦ વર્ષીય માતાની અંતિમ ઇચ્છા પૂરી કરવા આખો પરિવાર નર્મદા પરિક્રમાએ નીકળ્યોબીમાર લક્ષ્મીબાઈએ કહ્યું, મારી અંત્યેષ્ઠિ નર્મદા કિનારે કરજો, પરિવારે કહ્યું, અમે જીવતા જીવ પરિક્રમા જ કરાવી દઈએ


સમાજમાં વૃધ્ધોની સ્થિતિ દયાજનક બની રહી છે અને વૃધ્ધો લાચારીભરી સ્થિતિમાં રહેતા હોવાના તેમજ તેમની સાથે અપમાનજનક વ્યવહાર થતો હોવાના અનેક કિસ્સાકરનાળીના મા રેવા આશ્રમે ભાવુક દૃશ્યો સર્જાયા,કામ-ધંધો છોડી મધ્યપ્રદેશના ૧૩ સભ્યો એક મહિનાથી નીકળ્યા છેબની રહ્યા છે,ત્યારે વડોદરા પાસેના યાત્રાધામ કરનાળી ખાતેના મા રેવા આશ્રમ ખાતે વૃધ્ધ માતાની અંતિમ ઇચ્છા પુરી કરવા માટે ધંધો-રોજગાર છોડી ત્રણ પેઢી સાથેનો પરિવાર નર્મદા પરિક્રમા માટે આવી પહોંચતા ભાવુક દૃશ્યો જોવા મળ્યા હતા.મધ્યપ્રદેશના હરદા જિલ્લાના કમતાડા નગરમાં રહેતા સેન પરિવારના ૨ વર્ષથી માંડીને ૯૦ વર્ષ સુધીના ૧૩ સદસ્યો વાહનમાં નર્મદા પરિક્રમા કરતા કરનાળી ખાતે આવી પહોંચ્યા હતા. પરિવારના મોભી કૈલાસચંદ્ર સેને કહ્યું હતું કે,અમારા પરિવારમાં મારા ૯૦ વર્ષના માતા લક્ષ્મીબાઈ, મારી પત્ની, મારા બે પરિણીત પુત્ર સુરેન્દ્ર અને જિતેન્દ્ર તેમના પત્ની અને પાંચ બાળકો છીએ. અમે બ્યુટીપાર્લર,દુકાન અને ખેતીકરી ગુજરાન ચલાવીએ છીએ.થોડા સમય પહેલાં મારા માતા પથારીવશ થતાં તેમણે નર્મદા કિનારે અંત્યેષ્ઠિ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અમારી માતાએ અમને એવા સંસ્કાર આપ્યા છે કે અમે રોજ રાતે | બે કલાક પરિવાર સાથે ભોજન અને ભજન કરીએ છીએ.માતાની ઇચ્છા પુરી | કરવા બાબતે મારા બે પુત્ર સાથે વાત | કર્યા બાદ અમે તેમને લઈને નર્મદા પરિક્રમા કરવાનું નક્કી કર્યું હતું. માતાને લઇ અમે મકાન-દુકાનને તાળાં મારી પરિક્રમા શરૂ કરી છે.જ્યારે, બાળકોની સ્કૂલમાંથી મંજૂરી પણ મેળવી લીધી છે. નર્મદા મૈયાની કૃપાથી મારી માતા હાલ અત્યંત સ્વસ્થ છે અને રોજપરોઢિયે ચાર વાગે ઉઠીને પૂજા-ધ્યાન કરી અમારી સાથે ભજન-કિર્તન કરી રહ્યા છીએ. અમને પરત ફરતાં દોઢથી બે મહિનાનો સમય લાગશે.મા રેવા આશ્રમના સંચાલક રજનીભાઈ પંડ્યાએ કહ્યું હતું કે, અમારે ત્યાંઅનેકપરિક્રમાવાસીઓ આવે છે પરંતુ આ પરિવારની માતૃભક્તિ જોઈને હજી પણ પારિવારિક ભાવના જીવિત છે તેવો અહેસાસ થઈ રહ્યો છે.

Related posts

વસઈ-કરાલી વચ્ચે ઢાઢર નદી પરનો બ્રિજ શોભાના ગાંઠિયા સમાન અધૂરા કામને કારણે અકસ્માતનો ભય

admin

વડોદરાના એજન્ટે અમેરિકામાં નોકરી માટેના વિઝા બનાવી આપવાના બહાને 3 લોકોને રુ. 1.34 કરોડની ચૂનો ચોપડયો

admin

વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નીચે પૂરઝડપે આવી રહેલી એસ.ટી. બસે ત્રણ વ્યક્તિઓને અડફેટે લીધા

admin

Leave a Comment