37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કલાલી તળાવમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત

વડોદરા શહેર નજીક આવેલા કલાલી તળાવમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત નીપજયું છે. આ બનાવ અંગે વડોદરા ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બે કલાકની ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ બનાવ અંગે યુવકના મૃતદેહને અટલાદરા પોલીસે સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ વધુ કાર્યવાહી હાથ ધરી છે મળતી વિગતો અનુસાર વડોદરા શહેરના કલાલી નવીનગરી ખાતે રહેતા 42 વર્ષીય સંદીપ મનુભાઈ વસાવા જેવો સાથે અન્ય યુવકો કલાલી તળાવમાં નાહવા માટે ગયા હતા. દરમિયાન એકાએક સંદીપભાઈ પાણીમાં ડૂબી ગયા હતા. આ બનાવ અંગે વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગને 3.30 કલાકે કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથ જ તાત્કાલિક જીઆઇડીસી ફાયર વિભાગના કર્મચારીઓ અને ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બોટ તળાવમાં ઉતારી યુવકની શોધખળ હાથ ધરી હતી. આ બનાવ અંગે અટલાદરા પોલીસ મથકના એએસઆઈ વિનોદભાઈએ જણાવ્યું હતું કે, યુવક ડૂબ્યો હોવાની માહિતી ફાયર વિભાગની મળી હતી અને ફાયર વિભાગે યુવકનું મૃતદેહ પોલીસને સોંપ્યો છે. હાલમાં યુવકના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. ત્યાર બાદ પરિવારજનોને સોંપવામાં આવશે. આ યુવકના લગ્ન થયેલા છે અને એક બાળક પણ હોવાનું હાલમાં સામે આવ્યું છે.

Related posts

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે લાલ કોર્ટ પાસે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

પાણી મામલે મહિલાઓ દ્વારા ચક્કાજામ પોલીસે મહિલાઓને સમજાવી ખસેડતા વાહન વ્યવહાર પૂર્વવત થયો

admin

સામુહિક ગાયત્રી મંત્ર જપ ગાયત્રી ચાલીસા પાઠ અનુષ્ઠાનની પુર્ણાહુતી અને કુવારીકાઓનુ પુજન

admin

Leave a Comment