વિસાવદર ખાતે હજારો ની જનમેદની વચ્ચે પંજાબ મુખ્યમંત્રી તેમજ પંજાબ પૂર્વ મુખ્યમંત્રી રાષ્ટ્રીય સંયોજકઃ અરવિંદ કેજરીવાલ ધારાસભ્ય ચૈત્ર વસાવા અન્ય ધારાસભ્યો રાષ્ટ્રીય સંયોજક જેવા ધુરંદર રાજકીય નેતાઓને વચ્ચે વિશાળ સંખ્યામાં વિસાવદર સરદાર પટેલ ચોકથી આમ આદમી પાર્ટી કાર્યાલય સુધી ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અગ્રણીઓ અને વિસાવદર તાલુકાના મતદારો ઉપસ્થિત રહ્યા હતા સંગીત ડીજેના સથવારે ગોપાલભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના જય ઘોષ સાથે આજે આ રોડ શો શરૂ થયો હતો ગુજરાતના ઇતિહાસની અંદર કદાચ આ પ્રમાણે કોઈપણ ચૂંટણી લડનાર ઉમેદવારે પોતાનું નામાંકન ભર્યું નહીં હોય તેવી હજારોની બહોળી સંખ્યા ની જનમેદની સાથે ગોપાલભાઈ ઇટાલીયા અને રાજ્ય રાષ્ટ્રીય લેવલના નેતાઓ સાથે આજે વિસાવદર પ્રાંત કચેરી ખાતે તેઓએ પોતાનું નામાંકનપત્ર રજૂ કર્યું હતું અને આ પ્રસંગે આ રોડ શોમાં પધારેલા મહાનુભવો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ વિસાવદર વિધાનસભા 87ની ચૂંટણી વિસાવદર નહીં જૂનાગઢની ગુજરાત નહીં પરંતુ ભારત માટે એક ઐતિહાસિક ઘટના બની રહેશે જો ગોપાલભાઈ વિધાનસભામાં બેસછે છે તો વિસાવદર તાલુકાના જે કંઈ પ્રશ્નો હશે તે પોતે વિધાનસભા સુધી લઈ જશે તેવી ગોપાલભાઈ પણ બાંહેધરી આપી હતી આમ આજે આ આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલીયાના નામાકપત્ર ભરવા ની સાથે આ રોડ શો આજે પૂર્ણ થયો હતો રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

